

ઓપ્પોએ આજે (20 માર્ચ, 2025) ભારતમાં તેની F29-શ્રેણીના નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કર્યા. Oppo F29 5G અને Oppo F29 Pro 5G કંપનીના નવા સ્માર્ટફોન છે. આ ઓપ્પો સ્માર્ટફોનમાં 6500mAh સુધીની મોટી બેટરી અને 50MP પ્રાઇમરી રીઅર કેમેરા જેવી સુવિધાઓ આપવામાં આવી છે. Oppo F29માં 8GB સુધીની RAMનો વિકલ્પ છે અને Oppo F29 Pro 5Gમાં 12GB સુધીની RAMનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ ફોન AI LinkBoost ટેકનોલોજી અને હન્ટર એન્ટેના આર્કિટેક્ચર સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. તો ચાલો અમે તમને ઓપ્પોના આ બે નવીનતમ સ્માર્ટફોનની કિંમત અને સુવિધાઓ વિશે વિગતવાર જણાવી દઈએ..

Oppo F29 5G સ્માર્ટફોનના 8 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા છે. 8 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 25,999 રૂપિયા છે. આ ઉપકરણ ઓપ્પો ઇન્ડિયાના E-સ્ટોર પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ફોનનું વેચાણ 27 માર્ચથી શરૂ થશે. આ હેન્ડસેટ ગ્લેશિયર બ્લુ અને સોલિડ પર્પલ રંગોમાં ખરીદી શકાય છે.
Oppo F29 Pro 5Gના 8 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા છે. જ્યારે, 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 29,999 રૂપિયામાં ઉપલબ્ધ છે અને 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 31,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ફોનનું વેચાણ 1 એપ્રિલથી શરૂ થશે અને તેનો પણ પ્રી-ઓર્ડર કરી શકાય છે. આ ઉપકરણ કાળા અને સફેદ રંગ વિકલ્પોમાં ખરીદી શકાય છે.

ગ્રાહકો HDFC બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, IDFC ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ફોન ખરીદવા પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ફોન પર વધારાનું 10 ટકા એક્સચેન્જ બોનસ પણ છે. આ ઉપરાંત, નો-કોસ્ટ EMI અને શૂન્ય ડાઉન પેમેન્ટ જેવી ઑફર્સ પણ છે. આ ફોન એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે.
Oppo F29 5G અને Oppo F29 Pro 5G સ્માર્ટફોનમાં 6.7-ઇંચની ફુલHD+ (1,080 x 2,412 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ અને ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ સુધીનો છે. સ્ક્રીન 1200 નિટ્સ સુધીની બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. આ ઉપકરણમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

સ્ટાન્ડર્ડ Oppo F29 5G મોડેલ વિશે વાત કરીએ તો, આ ફોનમાં સ્નેપડ્રેગન 6 Gen 1 ચિપસેટ આપવામાં આવ્યું છે. જ્યારે પ્રો વેરિઅન્ટ મીડિયાટેક ડાયમેન્સિટી 7300 એનર્જી પ્રોસેસર સાથે આવે છે. Oppo F29 5G શ્રેણીમાં 12GB સુધીની RAM અને 256GB સુધીનો ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પ છે. આ ફોન એન્ડ્રોઇડ 15 આધારિત કલરOS 15.0 સાથે આવે છે.
Oppo F29 5G અને F29 Pro 5G સ્માર્ટફોનમાં 50-મેગાપિક્સલનો પ્રાથમિક રીઅર કેમેરા આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 2-મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. પ્રો વેરિઅન્ટમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સપોર્ટ છે, જ્યારે બેઝ વેરિઅન્ટમાં ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન (EIS) સપોર્ટ છે.

Oppo F29 5G શ્રેણી IP66, IP68, અને IP69 ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્સ સર્ટિફિકેશન સાથે આવે છે. આ ફોન્સને મિલિટરી-ગ્રેડ MIL-STD-810H-2022 ડ્રોપ-રેઝિસ્ટન્ટ રેટિંગ આપવામાં આવ્યું છે. Oppo F29 5Gને પાવર આપવા માટે, 6500mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. F29 Pro વેરિઅન્ટમાં 6000mAh બેટરી અને 80W SuperVOOC ચાર્જિંગ આપવામાં આવ્યું છે. સુરક્ષા માટે, આ ઓપ્પો ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. કનેક્ટિવિટી માટે, ડિવાઇસમાં 5G, 4G, Wi-Fi 6, બ્લૂટૂથ, OTG, GPS અને USB ટાઇપ-C જેવી સુવિધાઓ આપવામાં આવી છે.