

કન્નડ ફિલ્મની જાણીતી અભિનેત્રી અને કર્ણાટકના IPS અધિકારીની પુત્રી રાન્યા રાવ બેંગલુરુ એરપોર્ટ પર 14 કિલો સોના સાથે પકડાઇ ગઇ છે. દુબઇથી સોનાની દાણચોરી કરી રહી હતી. રાન્યાએ 15 દિવસમાં 4 વખત દુબઇની ટ્રીપ મારી તેને કારણે તેની પર નજર રાખવામા આવી હતી.પરંતુ સવાલ એ છે કે ભારતમાં સોનાની દાણચોરી ક્યારથી શરૂ થઇ અને દાણચોરી કરવા પાછળનું કારણ શું છે?
ડો, મનમોહન સિંઘના સમયમાં જ્યારે વૈશ્વિક અર્થંતંત્રના દરવાજા ખોલવામાં આવ્યા તે પહેલા ભારતમાં મોટા પાયે સોનાની દાણચોરી થતી હતી, પરંતુ ડો. મનમોહન સિંઘે કસ્ટમ ડ્યુટી શૂન્ય કરી નાંખી જેને કારણે સોનાની દાણચારો ખતમ થઇ ગઇ હતી.
હવે ફરી સોનાની દાણચોરી વધી ગઇ છે, જેની પાછળનું કારણ એ છે કે સોનાના ભાવો કુદકેન ભુસકે વધે છે અને સોનાના વેપારીઓને દાણચોરીથી સોનું લાવે તો કિલો પર 8થી 10 લાખ રૂપિયાની કમાણી થાય છે.