
પ્રાંતિજ ના કાટવાડ ખાતે મા-બહેન સામી ગાળો-બોલી મારમાર્યો
– તુ કેમ કાલે અમારા ધરે આવીને ઝધડો કરેલ તેમ કહી મારમાર્યો
– પ્રાંતિજ પોલીસે ત્રણ વિરૂધ્ધ ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કાટવાડ ખાતે બાઇક ઉભી રખાવી મા-બહેન સામે બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના રૂપપુરા ખાતે રહેતા કમલેશસિંહ રણછોડસિંહ ડાભી તથા વિશાલસિંહ તથા આકાશ સિંહ બાઇક લઇ ને કાટવાડ પાસે થી જતા હતા તે દરમ્યાન કાટવાડ ખાતે રહેતા રણજીતસિંહ દલપતસિંહ ચૌહાણ એ બાઇક ઉભી રખાવીને વિશાલસિંહ ને કહેવા લાગેલ કે તુ કાલે અમારા ધરે આવી ને ઝધડો કરેલ હતો તેમ કહી ગાળો બોલી ઝગડો કરતા હોય જેથી કમલેશસિંહ ડાભી એ ઝધડો નહી કરવાનુ કહેતા રણજીતસિંહ દલપતસિંહ ચૌહાણ નુ ઉપરાણુ લઇ ને કિશન સિંહ દલપતસિંહ ચૌહાણ પોતાના હાથમા લાકડી લઈ તથા અનુપમસિંહ અરવિંદ સિંહ ચૌહાણ આવી કમલેશસિંહ રણછોડસિંહ ડાભી ને તથા વિશાલસિંહ તથા આકાશ સિંહ ને મા-બહેન સામી બીભત્સ ગાળો બોલી ગડદાપાટુ નો માર મારી કિશનસિંહ ચૌહાણે હાથમા રહેલ લાકડી થી કમલેશસિંહ ડાભી ને માથાના ભાગે તથા વિશાલસિંહ ને માથામા તેમજ બંને હાથે અને બરડાના ભાગે ઈજાકરી ત્રણેય જણાએ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા અને એક બીજા ની મદદત ગીરી કરી સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ ના ચાલતા જાહેર નામાનો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કમલેશસિંહ રણછોડસિંહ ડાભી રહે રૂપપુરા , જોગણી માતા ના મંદિર પાસે તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે રણછોડસિંહ દલપતસિંહ ચૌહાણ , કિશનસિંહ દલપતસિંહ ચૌહાણ , અનુપમ સિંહ અરવિંદસિંહ ચૌહાણ ત્રણેય રહે.કાટવાડ, તા.પ્રાંતિજ , જિ સાબરકાંઠા ત્રણેય વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૧૫(૨),૧૧૮(૧) ,૩૫૨, ૩૫૨ (૩) , ૫૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ જનક કુમાર શામળ ભાઇ દ્રારા આગળની તપાસ હાથ ધરવામા આવી છે
જીલ રાવલ સાબરકાંઠા