RSS દ્વારા બાંગ્લાદેશના હિંદુ સમાજ સાથે એકજૂટતા દર્શાવીને તેમની સાથે ઊભા રહેવાનું આહ્વાન

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (અ. ભા. પ્ર. સ.) દ્વારા એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે જેમાં બાંગ્લાદેશમાં હિંદુ અને અન્ય અલ્પસંખ્યક સમુદાયો પર થઈ રહેલી હિંસા, અન્યાય અને ઉત્પીડનની ઘટનાઓ પર ગહન ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઠરાવમાં બાંગ્લાદેશના હિંદુ સમાજ સાથે એકજૂટતા દર્શાવીને તેમની સાથે ઊભા રહેવાનો આહ્વાન કરવામાં આવ્યું છે.

આજે 22 માર્ચ 2025ના રોજ સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં આ ઠરાવને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી. ઠરાવમાં જણાવાયું છે કે બાંગ્લાદેશમાં ઇસ્લામી કટ્ટરપંથી તત્ત્વો દ્વારા હિંદુ સમુદાય પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે જેમાં મંદિરોનો નાશ, સંપત્તિની લૂંટફાટ અને હિંદુ પરિવારો સામેની હિંસાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્યાંના અલ્પસંખ્યક સમુદાયોને નિશાન બનાવીને તેમના માનવાધિકારોનું હનન કરવામાં આવી રહ્યું હોવાનું પણ ઠરાવમાં ઉલ્લેખ કરાયો છે.

rss

સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ ભારત સરકારને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા અને બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાની અપીલ કરી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આ ઘટનાઓની નોંધ લઈને બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. જેથી ત્યાંના હિંદુ અને અન્ય અલ્પસંખ્યક સમુદાયો સુરક્ષિત અને સન્માનપૂર્વક જીવન જીવી શકે.

આ ઠરાવમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે બાંગ્લાદેશમાં કટ્ટરપંથી શક્તિઓનું વધતું પ્રભુત્વ માત્ર ત્યાંના અલ્પસંખ્યકો માટે જ નહીં પરંતુ વિશ્વના શાંતિપ્રિય દેશોની લોકતાંત્રિક વ્યવસ્થા અને માનવાધિકારો માટે પણ ગંભીર ખતરો બની શકે છે. 

આ પ્રસંગે, સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સહિત સમગ્ર હિંદુ સમાજને બાંગ્લાદેશના હિંદુઓની આ મુશ્કેલ ઘડીમાં તેમની સાથે ખડેપગે ઊભા રહેવાની પ્રતિજ્ઞા લેવા જણાવ્યું છે. આ ઠરાવ બાંગ્લાદેશના હિંદુ સમાજને ન્યાય અને સુરક્ષા મળે તે માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

error: Content is protected !!