રાજસ્થાનમાં PM કિસાન સન્માન નિધિના 29 હજાર નકલી ખાતામાં 7 કરોડ ટ્રાન્સફર, કેસ નોંધાયો

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
રાજસ્થાનમાં PM કિસાન સન્માન નિધિના 29 હજાર નકલી ખાતામાં 7 કરોડ ટ્રાન્સફર, કેસ નોંધાયો

રાજસ્થાનમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. એક જ જિલ્લામાં 29 હજાર નકલી ખાતાઓમાં લગભગ 7 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યના ખેડૂતો માટે મોકલેલા કરોડો રૂપિયા પશ્ચિમ બંગાળ અને બિહારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. રાજસ્થાનના પાલી જિલ્લાના રાની, મારવાડ જંકશન અને દેસુરી તાલુકાઓમાં ભૌતિક ચકાસણી દરમિયાન આ ચોંકાવનારો ખુલાસો થયો છે, જે જાણીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. ત્યાર પછી ત્રણેય તાલુકાઓના તહસીલદારે સંબંધિત પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો છે.

Scam,-PM-Kisan-Samman-Nidh1

જિલ્લા વહીવટીતંત્રની સૂચના પર હાથ ધરવામાં આવેલી ભૌતિક ચકાસણી દરમિયાન, દેસુરી, પાલીમાં 20,000, રાનીમાં 9,004 અને મારવાડ જંકશનમાં 62 નકલી ખાતા મળી આવ્યા હતા. જ્યારે દેસુરીમાં 1.51 કરોડ રૂપિયા અને રાનીમાં 5.40 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પાલી જિલ્લા કલેક્ટર L.L. મંત્રીના જણાવ્યા અનુસાર, પાલીના મારવાડ જંકશન, દેસુરી અને રાની તહસીલદારોએ આ ઘટના અંગે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં કેસ નોંધાવ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ ADM સીલિંગ અશ્વિન K પવારને સોંપવામાં આવી છે. હાલમાં, તેઓ આ કેસોની તપાસ કરી રહ્યા છે અને જે પણ દોષિત ઠરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હકીકતમાં, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર દર વર્ષે પાત્ર ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરાવે છે. આ રકમ ત્રણ હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે.

Scam,-PM-Kisan-Samman-Nidhi

અહીં તમને જણાવી દઈએ કે, બધા જ કેસ એક સમાન છે, જેમાં ભૌતિક ચકાસણી દ્વારા જાણવા મળ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ માટે અરજી કરનારા લોકો આ તાલુકાઓના રહેવાસી નથી. આ લોકો આવકવેરો પણ ભરે છે અને ઘણા લોકો એવા છે જે મૃત્યુ પામ્યા છે અથવા તેમના નામ મહેસૂલ રેકોર્ડમાં નથી. ત્યાર પછી, માર્ચ મહિનામાં પાલી જિલ્લાના દેસુરી, રાની અને મારવાડ જંકશન તાલુકાઓમાં તહસીલદારો દ્વારા કેસ નોંધવામાં આવ્યા છે. મોટો પ્રશ્ન એ છે કે, આ નકલી ખાતાઓમાંથી ઉચાપત કરાયેલા પૈસા કેવી રીતે પાછા મેળવી શકાશે. વિધાનસભામાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબ પછી આ મામલો પ્રકાશમાં આવ્યો છે. આ બધી ગેરરીતિઓ પાછલી કોંગ્રેસની ગેહલોત સરકાર દરમિયાન થઈ હતી.

error: Content is protected !!