

કર્ણાટકના બેંગલુરુ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી સાથે 3 માર્ચે પકડાયેલી કન્નડની અભિનેત્રી અને DGPની પુત્રીએ DRI સમક્ષ ચોંકાવનારી કબુલાત કરી છે. રાન્યા રાવે કહ્યું કે,સોનું પેટ પર કેવી રીતે ચિપકાવીને લાવવું તે યુટ્યુબ પરથી શીખી હતી. તેણે એરપોર્ટ પરથી ક્રેપ બેન્ડ અને કાતર ખરીદી હતી અને પછી ટોઇલેટમાં જઇને પેટ પર સોનાના બિસ્કીટ ચિપકાવી દીધા હતા. તેણે સોનું છુપાવવા માટે મોડીફાઇડ જેકેટ અને રીસ્ટ બેલ્ટનો ઉપયોગ કર્યો હતો.
રાન્યા રાવને 24 માર્ચ સુધી કોર્ટ કસ્ટડીમાં રહેવાનો આદેશ છે. રાન્યાને 1 કિલો સોનું દાણચોરીથી લાવવા માટે 1 લાખ રૂપિયા મળતા હતા.
જ્યારે બેગલુરુ એરપોર્ટ પરથી રાન્યા રાવની ધરપકડ કર્યા પછી તેના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાથી 2.1 કરોડ રૂપિયાની જ્વેલરી અને 2.7 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.