
42.jpg?w=1110&ssl=1)
સુરતમાં દેશનો પહેલો પ્રયોગ સુરત મહાનગર પાલિકાએ હાથ ધર્યો છે. રસ્તા પર કચરાના ઢગલા હશે કે કોઇ જાહેરમાં કચરો નાંખશે તો AI પકડી પાડશે અને 700 રૂપિયાનો દંડ ભરવો પડશે. એટલે રસ્તા પર જો કચરો નાંખતા હોય તો હવે સુધરી જજો.
SMCએ શહેરના 3000 CCTVને સુરત ઇન્ટેલિજન્સ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડી દીધા છે. AI અલ્ગોરિધમ લાઇવ વીડિયો એનાલીસીસ કરે છે. કેમેરાની AI સીસ્ટમ ટીમને કચરાના ઢગલા ક્યા પડ્યા છે તેનો મેસેજ આપી દેશે એટલે સફાઇ કર્મચારી તરત એ ઢગલાં સાફ કરી દેશે. એવી રીતે AI કોઇ રસ્તા પર કચરો નાંખતા દેખાશે તો કેમેરમાં પકડી લેશે અને પછી દંડ ભરવો પડશે.