

સુરત, 21 માર્ચ: સુરતમાં આવેલી ઓન ટ્રેક એજ્યુકેશનના સંસ્થાપક મમતા જાની, વિદેશી શિક્ષણ સલાહકાર ક્ષેત્રે અગ્રણી જાણકાર છે. તેઓએ વર્ષ 1999માં પોતાના ઘરના એક રૂમમાંથી વિદેશમાં અભ્યાસના સલાહકાર તરીકેની પોતાની સફર શરૂ કરી હતી. તેમણે વિતેલાં 26 વર્ષો દરમિયાન હજારો વિદ્યાર્થીઓને વિદેશમાં તેમની શૈક્ષણિક અને વ્યાવસાયિક આકાંક્ષાઓ પ્રાપ્ત કરવામાં ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે. સુરતમાં શ્રેષ્ઠ વિદેશ અભ્યાસ સલાહકાર તરીકે તેમણે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.
મમતા જાનીએ પોતાના સ્વતંત્ર સાહસ, ઓન ટ્રેક એજ્યુકેશનની સ્થાપના કરતા પહેલા પ્લેનેટ એજ્યુકેશનના બેનર હેઠળ એક મજબૂત આધાર બનાવ્યો હતો. આજે, આ કન્સલ્ટન્સી રાષ્ટ્રીય સ્તરે ઉપસ્થિતિ ધરાવે છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દુબઈ, આયર્લેન્ડ અને સિંગાપોરમાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને નિષ્ણાત અને શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડે છે. પોતાની આ સફર વિશે મમતા જાની કહે છે કે, “અમે સમર્પણ અને દૃઢ મનોબળ સાથે ઘણી લાંબી મજલ કાપી છે. એક સાધારણ શરૂઆતથી લઈને એક માન્ય રાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવા સુધી, અમારું લક્ષ્ય હંમેશા વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ તકો પૂરી પાડવાનું રહ્યું છે. સારું શિક્ષણ ઉજ્જવળ કારકિર્દી માટે નવા દરવાજા ખોલે છે, નવી તકો ઉભી કરે છે અને જીવનમાં કાયમી પરિવર્તન લાવે છે. અમારી પ્રતિબદ્ધતા એ સુનિશ્ચિત કરવાની છે કે, દરેક વિદ્યાર્થીને તેમના ભવિષ્ય વિશે જાણકાર નિર્ણયો લેવા માટે સચોટ અને સુસંગત માહિતી ઉપલબ્ધ થાય.” ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન કાઉન્સેલર બનવા માટે લાયક ઠરેલા સર્ટિફાઇડ એજ્યુકેશન એજન્ટ ટ્રેનિંગ કોર્સ (EATC) અને એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન રિપ્રેઝન્ટેટિવ્સ ઇન ઈન્ડિયા (AAERI) ના સભ્ય, મમતા જાનીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીઓમાં પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત છે. તેમણે વ્યક્તિગત રીતે અનેક દેશોની મુલાકાત લીધી છે, જેનાથી તેમને વૈશ્વિક શિક્ષણ ટ્રેન્ડ(વલણો) અને પ્રવેશ પ્રક્રિયાઓની ઊંડી સમજ મળી છે. તેમના નેતૃત્વ હેઠળ, “ઓન ટ્રેક એજ્યુકેશન” સંસ્થા મારફતે, 12,000 થી વધુ વિદ્યાર્થીઓએ વિશ્વભરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં સફળતાપૂર્વક સ્થાન મેળવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારું ધ્યાન દરેક વિદ્યાર્થીની આકાંક્ષાઓને અનુરૂપ વ્યક્તિગત સર્વિસ પર રહે છે. અમારી સર્વિસ વધારવા માટે ટેકનોલોજીકલ પ્રગતિનો ઉપયોગ કરતી વખતે અમે વૈવિધ્યસભર દ્રષ્ટિકોણ અપનાવીએ છીએ. અમે પારદર્શિતા, પ્રામાણિકતા અને નૈતિક પ્રથાઓ માટે પ્રતિબદ્ધ છીએ.” ઓન ટ્રેક એજ્યુકેશન દ્વારા કારકિર્દી સલાહ, પરીક્ષાની તૈયારી, યુનિવર્સિટી પસંદગી, અરજી સહાય, શિષ્યવૃત્તિ માર્ગદર્શન, વિઝા પ્રક્રિયા, શિક્ષણ લોન સલાહ અને પ્રસ્થાન પહેલાંની બ્રીફિંગ વગેરે અંગે શ્રેષ્ઠ માર્ગદર્શન, સર્વિસ આપવામાં આવે છે. આ કન્સલ્ટન્સી આવાસ સહાય અને વિદેશી વિનિમય માર્ગદર્શન જેવી સંલગ્ન સેવાઓ પણ પ્રદાન કરે છે. જે વિદ્યાર્થીઓને તેમની આંતરરાષ્ટ્રીય શિક્ષણ યાત્રા શરૂ કરવા માટે સીમલેસ ટ્રાન્ઝિશન(સરળ સ્થાનાંતર) સુનિશ્ચિત કરે છે. ખરેખર, મમતા જાનીની સિદ્ધિઓ, શિક્ષણ સલાહકાર ક્ષેત્રે સમર્પણ અને કુશળતાના પ્રભાવનું ઉદાહરણ આપે છે. ઓન ટ્રેક એજ્યુકેશનની પહોંચને વિસ્તૃત કરવા સાથે તેઓ વિદ્યાર્થીઓને ઉમદા શિક્ષણ આપીને સશક્ત બનાવવા અને વૈશ્વિક સ્તરે તેમના ભવિષ્યને આકાર આપવા માટે પ્રતિબદ્ધ છે.