

પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર, કેન્સર નિદાનમાં ક્રાંતિ લાવવા માટે સુરતના પ્રથમ ડિજિટલ PET-CT સ્કેનર લોન્ચ કરી રહ્યું છે, જે ભારતમાં સૌથી મોટી ઓન્કોઇમેજિંગ ચેઇન સ્થાપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સેન્ટર પર દર્દીઓ સરળતાથી પહોંચી શકે તે હેતુથી સુરત સિવિલ હોસ્પિટલથી ખૂબ જ નજીક છે. ઝેનોન બિલ્ડિંગ 3-4-5, યુનિક હોસ્પિટલ સામે, સિવિલ ચાર રસ્તાથી સોસ્યો સર્કલ લેન, સુરત.

સુરતમાં ડિજિટલ PET-CT લોન્ચ કરીને, અમે ભારતમાં સૌથી અદ્યતન ઓન્કોઇમેજિંગ ચેઇન બાંધવા માટે મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ, જેથી વિશ્વ સ્તરની કૅન્સર ડાયગ્નોસ્ટિક સુવિધાઓ દેશના દરેક ખૂણામાં પહોંચે,” પ્રિઝમા સુરતનાં ચેરમેન ડૉ. હેમંત પટેલ જણાવે છે, જે એશિયન ઓશિયેનિક સોસાયટી ઓફ રેડિયોલોજીના સચિવ અને ઇન્ડિયન રેડિયોલોજિકલ & ઇમેજિંગ એસોસિએશનના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ છે.

પ્રિઝમા સુરતનાં ઇન્ચાર્જ અને સુરતનાં ખ્યાતનામ રેડિયોલોજિસ્ટ ર્ડા. કેયુર માંડલિયા જણાવે છે પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર દ્વારા સમગ્ર દેશમાં અદ્યતન ઇમેજિંગ સેન્ટર્સની એક મજબૂત ચેઇન બનાવવાનો દ્રષ્ટિકોણ છે, જે શરૂઆતની કેન્સર નિદાન, ચોક્કસ તબક્કાઓ અને સારવાર મોનિટરિંગ પર કેન્દ્રિત છે. એક કુશળ ઓન્કોઇમેજિગ નિષ્ણાતોની ટીમ સાથે, પ્રિસ્મા કૅન્સર કેર ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ સર કરવાની તૈયારીમાં છે, જેમાં સુરત પ્રિઝમા AI આધારિત ડાયગ્નોસ્ટિકસ અને પર્સનલાઇઝડ ઇમેજિગ સોલ્યુશન્સ શામેલ છે.
પ્રિઝમા ઓન્કોઇમેજિંગ નેટવર્ક આગામી સમયમાં ભારતનાં વિવિધ રાજ્યો અને શહેરોમાં વિસ્તરશે, જેથી ઉચ્ચ ગુણવત્તાવાળા ઓન્કોલોજીકલ ઇમેજિંગ સેવાઓ ભારતમાં તમામ દર્દીઓ માટે ઉપલબ્ધ અને સસ્તી બને.