
50.jpg?w=1110&ssl=1)
વડતાલ સ્વામીનારાયણ મંદિરના એક પુસ્તકના વિવાદીત લખાણથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. આ પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશનું અપમાન કરવામાં આવ્યું હોવાની લોકોની લાગણી છે જેને કારણે વિવાદ વકર્યો છે.
શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ ગોપાલનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં 33મી વાર્તામાં એવું કહેવામાં આવ્યું છે કે, જો તમારે ભગવાન કૃષ્ણના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. દ્વારકામાં હવે ભગવાન ક્યાંથી હોય? દ્રારકા સુધીની યાત્રા કરનારાઓને કુસંગી અને વેરી તરીકે વર્ણવવામાં આવ્યા છે.

આ વિવાદ વિશે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે કહ્યું છે કે,સ્વામીનારાયણ સંપ્રદાયના લોકો છેલ્લાં 4 વર્ષથી હિંદુ દેવી દેવતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. હનુમાન દાદાને દાસ બતાવી દે છે તો મહાદેવને અલગ અલગ રીતે દર્શાવે છે. સનાતન ધર્મની ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.