કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓને મળી શકે છે ઝટકો, સરકારી ભાવ નિયંત્રિત દવાઓ થઈ શકે છે મોંઘી

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓને મળી શકે છે ઝટકો, સરકારી ભાવ નિયંત્રિત દવાઓ થઈ શકે છે મોંઘી

આરોગ્ય ક્ષેત્રને મોંઘવારીનો ભારે ફટકો પડવાનો છે. કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં સરકાર વધારો કરી શકે છે. બિઝનેસ ટુડેના સમાચાર અનુસાર, સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે દવાઓની કિંમતોમાં 1.7 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે.

કેમ વધી રહ્યા છે દવાઓના ભાવ ?

બિઝનેસ ટુડે સાથે વાત કરતા, ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD)ના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે દવાના ભાવમાં વધારો ફાર્મા ઉદ્યોગને રાહત આપી શકે છે. ફાર્મા ઉદ્યોગમાં કાચા માલ અને અન્ય ખર્ચાઓની કિંમત વધી રહી છે.

medicines

બજારમાં નવા ભાવની અસર ક્યારે જોવા મળશે?

સરકાર દ્વારા દવાઓના ભાવ વધાર્યા બાદ તેની અસર બે-ત્રણ મહિના બાદ જોવા મળશે. કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલેથી જ રહે છે.

ફાર્મા કંપનીઓ પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ

ફાર્મા ઉદ્યોગની કંપનીઓ પર વારંવાર ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવે છે. સંસદીય સ્થાયી સમિતિના અહેવાલ મુજબ, ફાર્મા કંપનીઓ અનુમતિપાત્ર ભાવ વધારાની મર્યાદાનું વારંવાર ઉલ્લંઘન કરે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ 307 કેસમાં ફાર્મા કંપનીઓ નિયમોનો ભંગ કરતી જોવા મળી હતી.

medicines

સરકારી નિયમો શું કહે છે?

NPPA 2013 ના ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર હેઠળ દવાઓની કિંમતો નક્કી કરે છે. તમામ ફાર્મા કંપનીઓને કિંમતો નિર્ધારિત મર્યાદામાં રાખવા સૂચના આપવામાં આવી છે. દવાઓના ભાવમાં ઘટાડો થાય તો તેનો સીધો ફાયદો દર્દીઓને થાય છે. નેશનલ એસેન્શિયલ મેડિસિન્સ લિસ્ટ 2022 હેઠળ ભાવ નિયંત્રણને કારણે દર્દીઓને વાર્ષિક 3788 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી હતી.

error: Content is protected !!