4 વર્ષ લિવ-ઇન, પછી અબોર્શન, સવારે પ્રેમીકા સાથે કોર્ટ મેરેજ, સાંજે બીજી છોકરી સાથે લગ્ન, છેતરપિંડીની ગજબ કહાની

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
4 વર્ષ લિવ-ઇન, પછી અબોર્શન, સવારે પ્રેમીકા સાથે કોર્ટ મેરેજ, સાંજે બીજી છોકરી સાથે લગ્ન, છેતરપિંડીની ગજબ કહાની

ગોરખપુરથી એક હેરાન કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, ગોરખપુરના હરપુર બુદધટ વિસ્તારના એક યુવકે પ્રેમીકાને લગ્નનો ભરોસો આપીને 4 વર્ષ સુધી સંબંધ રાખ્યા. બંને લિવ-ઇનમાં રહ્યા, આ દરમિયાન બે વખત ગર્ભપાત કરાવ્યા. ત્યારબાદ યુવકે દિવસે પ્રેમીકા સાથે કોર્ટ મેરેજ કર્યા અને એ જ રાત્રે તેણે પરિવારજનોના દબાણમાં બીજી છોકરી સાથે લગ્ન કરી દીધા હતા. પ્રેમીકાને તેની બાબતે જાણકારી મળી તો તે તેના ઘરે પહોંચી, પરંતુ પરિવારે તેને ઉંધુંચત્તુ કહીને ભગાવી દીધી. ત્યારબાદ, મહિલાએ પોલીસ પાસે ન્યાયની માગણી કરી છે.

Marriage1

4 વર્ષના સંબંધ, 2 વખત ગર્ભપાત અને બાળકને નર્સને સોંપવાનો આરોપ લગાવતા પીડિતાએ કહ્યું કે, 4 વર્ષ અગાઉ યુવક સાથે તેની મુલાકાત થઇ હતી. બંને વચ્ચેની નિકટતા વધી અને તેમણે મંદિરમાં લગ્ન કરી લીધા. ત્યારબાદ, તેઓ લિવ-ઇનમાં રહેવા લાગ્યા. આ દરમિયાન, યુવકે 2 વખત ગર્ભપાત કરાવ્યા. પછી જ્યારે તે ગર્ભવતી થઈ તો, તારામંડળ સ્થિત એક નર્સિંગ હોમમાં ડિલિવરી કરાવવામાં આવી, પરંતુ યુવકે કોઇ નર્સને બાળક સોંપી દીધું

યુવકના પરિવારે તેના લગ્ન ક્યાંક દૂર નક્કી કરી દીધા હતા. જ્યારે પ્રેમીકાને ખબર પડી, ત્યારે યુવકે તેને સમજાવી કે, જો તેઓ કોર્ટ મેરેજ કરી લેશે તો પરિવારજનો માની જશે. લગ્નની તારીખ પણ એજ રાખવામાં આવી હતી, જે દિવસે પરિવારે બીજા લગ્ન નક્કી કર્યા હતા. સવારે યુવકે પ્રેમીકા સાથે કોર્ટ મેરેજ કર્યા અને રાત્રે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા.

ATM-Withdrawals1

SP નોર્થ જીતેન્દ્ર કુમાર શ્રીવાસ્તવે કહ્યું કે, અમને ફરિયાદ મળી છે અને તપાસમાં આ ઘટના સાચી હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓને કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. જ્યારે આ મામલે, યુવકે કહ્યું હતું કે, એક મહિના અગાઉ એરેન્જ મેરેજના માધ્યમથી પરિવારજનોની સહમતિથી લગ્ન કર્યાં હતા. તે તેની સાથે રહે છે, જ્યારે એક અન્ય છોકરી દ્વારા યુવક પર 4 વર્ષ પહેલાંથી બીજી સંબંધમાં રહેવાનો આરોપ લાગ્યો હતો, તો તે યુવકે કહ્યું હતું કે એ છોકરી દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે.

તો, ફરિયાદ કરનારી છોકરીએ કહ્યું હતું કે અમે અમારી ફરિયાદ પાછી ખેંચી લીધી છે અને પરસ્પર સમજૂતી કરી લીધી છે. એવામાં, કોર્ટ મરેજ જેવું કંઈક થયું હતું કે આ પણ ફરિયાદી દ્વારા ખોટો પ્રસાર કરવામાં આવ્યો હતો, તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે. મંગળવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસ, ફરિયાદકર્તાએ પોલીસ સ્ટેશન પર પહોંચીને પરસ્પર સમજૂતી કરી લીધી અને કંઇ જ ન બતાવતા ફોનને કાપી નાખ્યો.

error: Content is protected !!