

IPL 2025 18મી સિઝનમાંથી કોમેન્ટેટર્સ પેનલમાંથી પૂર્વ ભારતીય ઓવરાઉન્ડર ઇરફાન ખાન પઠાનનું નામ હટાવી દેવામાં આવ્યું છે. ઇરફાન દરેક મેચમાં કોમેન્ટ્રી કરતો જોવા મળે, પરંતુ આ વખતે દેખાયો નથી.
મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, ઇરફાન પઠાણનું પત્તું એટલા માટે કપાયું કે, તેણે અંગત એજન્ડા ચલાવીને ખેલાડીઓની ટીકા કરી હતી. ખાસ કરીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેની ટીપ્પણીને કારણે ખેલાડીઓ નારાજ થયા હતા.
એક મીડિયા રિપોર્ટમા કહેવાયું છે કે થોડા સમય પહેલાં ઇરફાનનો ટીમ ઇન્ડિયાના કેટલાંક ખેલાડીઓ સાથે ઝઘડો થયો હતો તો એવા ખેલાડીઓ સામે તેણે આક્રમક ટીપ્પણી કરી હતી.
ઇરફાન ખાન પઠાણ ગુજરાતના વડોદરાનો છે અને તે એક જમાનમાં ટીમ ઇન્ડિયોનો ઓલરાઉન્ડર હતો. તેણે 22 માર્ચે જ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે.