સુરતમાં ચૈત્રી નવરાત્રીમાં પહેલીવાર ભવ્ય ગરબા મહોત્સવ, 10 દિવસ-10 સેલિબ્રિટીઝ ગરબે ઘૂમવશે

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
સુરતમાં ચૈત્રી નવરાત્રીમાં પહેલીવાર ભવ્ય ગરબા મહોત્સવ, 10 દિવસ-10 સેલિબ્રિટીઝ ગરબે ઘૂમવશે

મોજીલા સુરતીઓ માટે એક મોટી ખુશખબર છે. વેકેશન શરૂ થઇ ગયું છે. યુવાનિયાઓ વિચારતા હશે કે હવે શું કરીએ. ક્યાં જઇએ. પરંતુ તેની ચિંતા કરવાની જરૂર નથી. આ વેકેશનમાં તમારા 10 દિવસ જીવનભર યાદ રહી જાય તેવા કરવાની તૈયારી સૂરસંપદા ગ્રુપે કરી દીધી છે. સામાન્ય રીતે આસો મહિનાની નવરાત્રિમાં યુવાનો ગરબે ઘૂમવાનો અનેરો આંનદ માણતા હોય છે. જોકે, સુરતમાં આ આનંદ ચૈત્ર મહિનામાં તમને મળશે. જ્યારે ચારે બાજુ ફૂલો ખિલેલા છે. આ સિઝનમાં થનગનતા યુવાનોને ગરબે ઘૂમવાનો અવસર આપવાનો ભવ્ય પ્રયાસ કરાઇ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ ગરબામાં 10 દિવસ ગુજરાતની વિશ્વવિખ્યાત 10 સેલિબ્રિટી તમને ગરબે ઘૂમાવશે, જેની શરૂઆત આજથી થઈ રહી છે. આ જલસામાં આજે કિંજલ દવે તમને ગરબે ઘૂમવશે. દરરોજ ગુજરાતના ફેમસ કલાકારો આવશે અને પરફોર્મ કરશે.

sur
Khabarchhe.com

10 દિવસ 10 સેલિબ્રિટી…

29 માર્ચ – કિંજલ દવે 

30 માર્ચ – પૂર્વા મંત્રી 

31 માર્ચ – જિગરદાન ગઢવી 

1 એપ્રિલ – ભૂમિ ત્રિવેદી 

2 એપ્રિલ – હરિઓમ ગઢવી

2 એપ્રિલ – ગીતા ઝાલા

3 એપ્રિલ – ઓસમાણ મીર અને આમીર મીર 

4 એપ્રિલ – ગીતા બેન રબારી 

5 એપ્રિલ – જયસિંહ ગઢવી 

6 એપ્રિલ – ઐશ્વર્યા મજમુદાર 

7 એપ્રિલ – ઉમેશ બારોટ 

sur
Khabarchhe.com

ભારત વુડ કોર્પોરેશન દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમને ગુજરાત ટુરિઝ્મ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે. સમિધા ઇવેન્ટો સંપદા ફેસ્ટિવિટી દ્વારા તેને ક્યુરેટ કરવામાં આવ્યો છે. આ આયોજન કોસમાડા રીંગરોડ ખાતે સંપદા ફેસ્ટિવિટી ખાતે કરાઇ રહ્યું છે. આ કાર્યક્રમનો આનંદ માણવા માટે તમે Me Pass અને BookMyShow પરથી ટિકિટ મેળવી શકો છો.

Leave a Reply

error: Content is protected !!