
55.jpg?w=1110&ssl=1)
અમદાવાદના સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 પર ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે એવી એક પોષ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે જેને કારણે ભારે હંગામો મચ્યો છે. એક યૂઝરે લખ્યું કે અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ- 2 પર ચા 240 રૂપિયા, ઇડલી 300 રૂપિયા અને વડાપાઉં 270 રૂપિયામાં વેચાઇ રહ્યા છે.
ઉઘાડી લૂંટ ચલાવવમાં આવી રહી છે. મુસાફરો પાસે બીજો કોઇ વિકલ્પ ન હોવાને કારણે મોંઘી દાટ વસ્તુઓ ખાવા સિવાય કોઇ વિકલ્પ નથી. યાત્રીએ નાગરીક ઉડ્ડયન મંત્રી અને અદાણી ગ્રુપને આ પોષ્ટ ટેગ કરી છે. અમદાવાદના એરપોર્ટનું સંચાલન ગૌતમ અદાણી પાસ છે. થોડા સમય પહેલા મુંબઇ એરપોર્ટ પર એક યાત્રીએ કહ્યું હતું કે, અહીં 333 રૂપિયાની પાણીપુરી વેચવામાં આવે છે. મુંબઇ એરપોર્ટનું સંચાલન પણ અદાણી પાસે છે.