
-copy6.jpg?w=1110&ssl=1)
છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગામં મંદીએ અજગર ભરડો લીધેલો છે અને રત્નકલાકારોની હાલત કફોડી થયેલી છે. આ બાબતે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારને અનેક રજૂઆતો પછી પણ કોઇ પગલાં નહીં લેવાતા આખરે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે 30 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે અને વરાછા, કતારગામ વિસ્તારોમાં પોસ્ટર પણ લાગ્યા છે.
ડાયમંડ ઉદ્યોગની સંસ્થાઓ સુરત ડાયમંડ એસોસિયેશન અને જેમ એન્ડ જ્વલેરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC) ગુજરાત આ હડતાળને પાછળથી તો સમર્થન કરે છે, પરંતુ ખુલીને સમર્થન આપવા તૈયાર નથી.ગુજરાત સરકારે તાજેતરમાં હીરાઉદ્યોગના સંગઠનો સાથે બેઠક કરીને એક હાઇલેવલ કમિટી બનાવી છે, પરંતુ હજુ સુધી કમિટીનો પણ કોઇ રિપોર્ટ સામે આવ્યો નથી.
સુરત ડાયમંડ એસોસિયેશનને પ્રમુખ જગદીશ ખૂંટે કહ્યું કે, સરકારે જ્યારે કમિટી બનાવી છે ત્યારે અમે રિપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ એટલે હડતાળને સમર્થન ન આપી શકીએ.