

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL મેચના શેડ્યુલમાં ફેરફાર કર્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે લીગની 19મી મેચ હવે 6 એપ્રિલે યોજાશે નહીં. સુરક્ષાના કારણોસર BCCIએ શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે. IPL દ્વારા જારી કરાયેલ પ્રેસ રીલિઝ અનુસાર, હવે આ મેચ 8 એપ્રિલે યોજાશે.
IPL દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રીલિઝ અનુસાર, કોલકાતા પોલીસે તહેવારોને કારણે શહેરમાં સુરક્ષા કર્મચારીઓની તૈનાતીના પગલે બંગાળ ક્રિકેટ એસોસિએશનને વિનંતી કર્યા બાદ બોર્ડે આ નિર્ણય લીધો છે. અધિકારીઓએ વિનંતી કરી હતી કે મેચ 8 એપ્રિલના રોજ ફરીથી શેડ્યૂલ કરવામાં આવે. આ સિવાય બાકીના શેડ્યુલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હવે આ મેચ 8 એપ્રિલે બપોરે 3:30 વાગ્યે રમાશે.

તમને જણાવી દઈએ કે, રવિવાર 6 એપ્રિલે ફક્ત એક જ મેચ રમાશે. અગાઉ આ દિવસે બે મેચ યોજાવાની હતી. 6 એપ્રિલે, સનરાઇઝર્સ હૈદરાબાદનો સાંજે 7:30 વાગ્યે ગુજરાત ટાઇટન્સ સામે મુકાબલો થશે, જે અગાઉના કાર્યક્રમ મુજબ છે. તો મંગળવાર, 8 એપ્રિલના રોજ ડબલ-હેડર મેચ રમાશે, જેમાં બપોરે કોલકતા અને લખનૌ સામસામે ટકરાશે, ત્યારબાદ, શેડ્યૂલ મુજબ, પંજાબ કિંગ્સ સાંજે ચંદીગઢમાં મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે.
તમને જણાવી દઈએ કે, કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની હાર સાથે સિઝનની શરૂઆત થઈ હતી. કોલકાતાને બેંગલુરુ સામેની મેચમાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ પછી કોલકાતા વિજેતા ટ્રેક પર પાછું ફર્યું. કોલકાતાએ સિઝનની બીજી મેચમાં રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું. 8મી મેચ પહેલા કોલકાતા પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.

બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સ છે, જેને સિઝનની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે એક વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ જીતેલી મેચ હારી ગયું હતું. પરંતુ આ પછી લખનૌએ હૈદરાબાદને તેના જ ઘરમાં 5 વિકેટથી હરાવ્યું. લખનૌએ હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા 191 રનના લક્ષ્યાંકને ડી કોકની ધમાકેદાર ઇનિંગ્સના આધારે 23 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો.