

હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તેમાં ગુજરાતની પ્રજાને હવામાનનો બેવડો માર પડવાનો છે.2 એપ્રિલ સુધી કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે. જ્યારે આખા એપ્રિલ દરમિયાન ભારે ગરમી પડવાની શક્યતા છે. કમોસમી વરસાદને કારણે ખેડુતોની ચિંતા વધી ગઇ છે, કારણકે અત્યારે કેરીના પાકની શરૂઆત છે.
હવામાન વિભાગે કહ્યું છે કે, સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં 6 દિવસ હીટવેવ હોય છે, પરંતુ આ વખતે 10 દિવસ હીટવવે રહેવાની સંભાવના છે. માવઠાને કારણે 3 એપ્રિલ સુધી તાપમાન 40 ડીગ્રી કરતા ઓછું રહેશે. પરંતુ 4 એપ્રિલથી 10 એપ્રિલ 42 ડીગ્રી તાપમાન રહેશે.11થી 24 કેટલાંક વિસ્તારોમાં 42 ડીગ્રી કરતા વધારે તાપમાન રહેશે અને 25થી 30 એપ્રિલ સુધીમાં તાપમાનમાં ઘટાડો થશે.