22ની ઉંમરે બન્યા IPS, હવે 28 વર્ષની ઉંમરે કેમ આપ્યું રાજીનામું, કોણ છે ‘લેડી સિંઘમ’ કામ્યા મિશ્રા?

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
22ની ઉંમરે બન્યા IPS, હવે 28 વર્ષની ઉંમરે કેમ આપ્યું રાજીનામું, કોણ છે ‘લેડી સિંઘમ’ કામ્યા મિશ્રા?

બિહાર કેડરના IPS અધિકારી કામ્યા મિશ્રાએ રાજીનામું આપી દીધું છે. કહેવામા આવી રહ્યું છે કે, ગયા વર્ષે ઑગસ્ટમાં પારિવારિક કારણોસર કામ્યા મિશ્રાએ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ લાંબી રજા પર જતા રહ્યા હતા. તો હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમનું રાજીનામું મંજૂર કરી લીધું છે. તેઓ મૂળ રૂપે ઓરિસ્સાના રહેવાસી છે. કામ્યા મિશ્રાનું રાજીનામું આ દિવસોમાં લાઇમલાઈટમાં છે. કેમ કે તેઓ અત્યારે માત્ર 28 વર્ષના છે. તેમણે માત્ર 22 વર્ષની ઉંમરમાં સિવિલ સર્વિસિસની પરીક્ષા ક્રેક કરી લીધી હતી. આ અગાઉ ગત દિવસોમાં બિહારના IPS અધિકારી શિવદીપ લાંડેએ રાજીનામું આપી દીધું હતું.

kamya-mishra3

કામ્યા મિશ્રાએ વર્ષ 2019માં UPSC સિવિલ સર્વિસિસની પરીક્ષા ક્રેક કરી હતી. તેમણે દેશમાં 172મો રેન્ક હાંસલ કર્યો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીની પ્રસિદ્ધ શ્રીરામ કૉલેજથી અભ્યાસ કર્યો છે. શરૂઆતમાં કામ્યાને હિમાચલ કેડર મળી હતી. જો કે, પછી તેમનું ટ્રાન્સફર બિહાર કેડરમાં કરી દેવામાં આવ્યું હતું. કામ્યા મિશ્રાના પતિ અવધેશ સરોજ પણ IPS અધિકારી છે. સરોજ વર્ષ 2022 બેચના બિહાર કેડરના અધિકારી છે. બંનેએ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન લાઇમલાઇટમાં હતા. કામ્યા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને સમય- સમય પર તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે.

kamya-mishra1

અગાઉ કામ્યા મિશ્રાએ કહ્યું હતું કે તેઓ પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે અને ઘર પર મોટો વ્યવસાય છે, જેને સંભાળવો મુશ્કેલ બની રહ્યો છે. સાથે જ, પરિવારની જવાબદારીઓ સંભાળવી તેમના માટે પડકારપૂર્ણ બની ગઇ હતી. આવી પ્રતિષ્ઠિત નોકરી કોઈ સરળતાથી છોડતું નથી.

kamya-mishra

7 માર્ચ, 2024 ના રોજ, કામ્યા મિશ્રાને દરભંગાના પહેલા ગ્રામીણ SP બનાવવામાં આવ્યા હતા. અગાઉ, તેઓ પટના સચિવાલયમાં સહાયક પોલીસ અધિક્ષક (ASP) તરીકે સેવા આપી રહ્યા હતા. તેમની નિમણૂક ગ્રામીણ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણની ભૂમિકા ભજવી રહી હતી.

error: Content is protected !!