
-copy15.jpg?w=1110&ssl=1)
યોગ ગુરુ બાબા રામદેવ અનેક વખત તેમના નિવેદનોને કારણે વિવાદમાં રહેતા હોય છે. હવે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને કારણે વિવાદ ઉભો થયો છે. બાબા રામદેવે આ વીડિયોમાં શરબત જિહાદ શબ્દનો ઉપયોગ કર્યો છે.
બાબા રામદેવે કહ્યું કે, જે રીતે કેટલાંક લોકો લવ જિહાદ, વોટ જિહાદથી બચવાની વાત કરે છે એ રીતે શરબત જિહાદથી બચવાની જરૂર છે. તેમણે કોઇનું નામ નથી લીધું, પરંતુ તેમનું નિશાન જાણીતા શરબત રૂહ- અફજા સામે હતું તેવું જાણકારોનું કહેવું છે.
રામદેવે કહ્યુ કે,. શરબતની કમાણીના નફાના પૈસા મસ્જિદ અને મદરેસામા જાય છે,જ્યારે અમે ગુરુકુળ, ભારતીય શિક્ષણ બોર્ડ વગેરેમાં પૈસા આપીએ છીએ. એટલે પતંજલિનું ગુલાબ શરબત પીઓ.