

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તેને કારણે ઠેર ઠેર જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે, રસ્તાઓ સાંકડા કરી દેવામાં આવ્યા છે તેથી શહેરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના રાજમાર્ગ પર ટાવર- ભાગળ વિસ્તારમાં તો કેટલાંક દુકાનદારોની દુકાન 2 વર્ષથી બંધ છે અને તેમણે પારાવાર નુકશાની વેઠવી પડે છે.
સુરતના વિકાસ માટે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ થતો હોય તેમાં સુરતના લોકોને કોઇ વાંધો નથી, લોકો સહન કરી લે એવા છે, પરંતુ મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રાકટર એટલો વિલંબ કરી રહ્યા છે કે તેમના પાપે લોકોએ મુશ્કેલી ઉઠાવવી પડે છે. ઠેર ઠેર ટ્રાફીક જામ થઇ રહ્યા છે. ઘણી જગ્યાએ તો કોન્ટ્રાકટરો ડાયવર્ઝનના બોર્ડ પણ મુકતા નથી.