
-copy-recovered.jpg?w=1110&ssl=1)
ગુજરાતમાં 64 વર્ષ પછી અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલે મળવાનું છે એના 3 દિવસ પહેલા કોગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઓફિસમાં કોંગ્રેસના 2 નેતાઓ બાખડ્યા હતા.
રાષ્ટ્રીય અધિવેશનના અનુસંધાનમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસંહ ગોહિલની ઓફિસમાં અમિત ચાવડા, ઉષા નાયડુ, શાહનવાઝ, નિરવ બક્ષી, ગ્યાસુદીન શેખ અને ભરત મકવાણા હાજર હતા. ગ્યાસુદીન શેખ પૂર્વ ધારાસભ્ય છે અને ભરત મકવાણા 2024ની લોકસભા લડ્યા હતા. ગ્યાસુદીને લોકસભાની ચૂંટણીનો ભરત મકવાણા પાસે હિસાબ માંગતા વાત વણસી હતી. ગ્યાસુદીને અપશબ્દો બોલવા માંડ્યા હતા અને ભરત મકવાણાનો કોલર પકડી લીધો હતો. મારામારી સુધી વાત આવી જતા કોંગ્રેસ નેતાઓ વચ્ચે પડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.