

મુઝફ્ફરનગરમાં કોફીમાં ઝેર ભેળવીને હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. હવે પિંકી શર્માએ તેના પતિ પર ઘણા આરોપો લગાવ્યા છે. પિંકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના બચાવમાં સ્પષ્ટતા આપતી જોવા મળી રહી છે. 25 માર્ચે પિંકી પર તેના પતિને ઝેરી કોફી આપીને મારી નાખવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટના પછી અનુજ શર્મા મેરઠની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વાયરલ વીડિયોમાં, પિંકી શર્મા ગાઝિયાબાદના મહિલા પોલીસ સ્ટેશનની બહાર ઉભી રહીને કહેતી જોવા મળે છે કે તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. વીડિયોમાં તે પોતાના લગ્ન જીવન વિશે ચોંકાવનારા ખુલાસા કરી રહી છે. પિંકી કહે છે, મારા લગ્ન 19 ફેબ્રુઆરી 2023ના રોજ અનુજ શર્મા સાથે થયા હતા, અને હવે બે વર્ષ વીતી ગયા છે. પણ આ બે વર્ષમાં મારા પતિએ મારી સાથે ફક્ત બે વાર જ સેક્સ કર્યું છે. હું તેને વારંવાર કહેતી રહેતી હતી, પણ તે સાંભળતો જ નહોતો. મને લાગે છે કે તેનું કોઈ બીજા સાથે અફેર છે, અથવા તે પુરુષ છે કે નપુંસક, એની મને ખબર નથી.

પિંકી કહે છે કે, અનુજ તેની માતાના રૂમમાં જ સૂતો હતો, જ્યારે હું તેની પાસે જતી ત્યારે ક્યારેક તે તેના પિતા સાથે બેસી જતો અને ક્યારેક બહાના બનાવતો હતો. તે રાત્રે 2 વાગ્યે મને કામ છે એમ કહીને મારી પાસે આવવાની ના પાડતો. પિંકીએ કહ્યું કે, મેં તેને મારવાનો પ્રયાસ કર્યો નથી. જ્યારે પિંકીને કોફીમાં ઝેર ભેળવવાના આરોપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટપણે તેનો ઇનકાર કર્યો. તેણે કહ્યું કે તેણે અને અનુજે સાથે કોફી પીધી હતી. પિંકીએ કહ્યું, મેં બે ગ્લાસ કોફી બનાવી, અને અમે બંનેએ સાથે બેસીને પીધી. કોફી ગરમ હતી, તેથી હું વાસણો ધોવા ગઈ હતી. ત્યાર પછી મેં પણ કોફી પીધી. પછી અનુજ દવા લેવા બહાર ગયો, અને રાત્રે 11:30 વાગ્યે અચાનક પોલીસ મારા ઘરે આવી અને કહ્યું કે મેં મારા પતિને ઝેર આપી દીધું છે. પિંકીએ આખી ઘટનાને કાવતરું ગણાવ્યું અને દાવો કર્યો કે અનુજ અને તેનો પરિવાર તેને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

અનુજની મોટી બહેન મીનાક્ષી શર્માના જણાવ્યા અનુસાર, લગ્ન પહેલા પિંકીનું બીજા છોકરા સાથે અફેર હતું અને લગ્ન પછી, પિંકી ઘણીવાર તે છોકરા સાથે મોબાઈલ પર મેસેજ અને વીડિયો કોલ દ્વારા વાત કરતી હતી, જે અનુજને પસંદ નહોતું. અનુજે ઘણી વાર પિંકીને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ જ્યારે અનુજ મેરઠ હોસ્પિટલમાં નોકરી માટે જતો રહેતો પછી, પિંકી ઘરે એકલી રહેતી અને કલાકોના કલાકો સુધી તે છોકરા સાથે ફોન પર વાત કરતી હતી.
મીનાક્ષીએ જણાવ્યું કે, એક દિવસ અનુજે પિંકીના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો અને તે છોકરા સાથેની વાતચીત અને મેસેજની સાથે તેણે તે છોકરાનો ફોટો પણ જોયો. મળતી માહિતી મુજબ, જે છોકરા સાથે પિંકીનું અફેર હતું તે બીજો કોઈ નહીં પણ પિંકીનો સંબંધી હતો. જ્યારે અનુજે પિંકી સાથે આ સમગ્ર બાબત વિશે વાત કરી ત્યારે તેણે કહ્યું કે, તે લગ્ન પહેલા તે છોકરાને પ્રેમ કરતી હતી, પરંતુ લગ્ન પછી એવું કંઈ નહોતું. તે તેની સાથે ફક્ત ફોન પર જ વાત કરે છે. તેણે કહ્યું કે હવે તે તે છોકરાને પ્રેમ કરતી નથી અને તેની સાથે કોઈ મિત્રતા પણ નથી.

અનુજની બહેને પિંકી પર એ આરોપ લગાવ્યો હતો કે, અનુજ આ બધી વાતો ભૂલી જઈને તેની પત્ની પિંકીને ઘરે લઈ આવ્યો હતો, પરંતુ 25મી તારીખે સાંજે પિંકીએ કોફીમાં ઝેર ભેળવીને અનુજને મારી નાખવાના ઇરાદાથી તેને પીવડાવી દીધી, જેના કારણે અનુજની તબિયત બગડી ગઈ અને તેને મેરઠ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.