
-copy-recovered4.jpg?w=1110&ssl=1)
અસામાજિક તત્વાનો ઘરો પર બુલડોઝર ફેરવીને પરિવારોને બેઘર કરી દેવાની નીતિ સામે ગુજરાત ભાજપના જ એક દિગ્ગજ નેતાએ સવાલ ઉઠાવ્યો છે.અમરેલી ભાજપાના નેતા ડો. ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર લખ્યું કે, બુલડોઝર જસ્ટીસ ઇઝ નો જસ્ટીસ.
ડૉ. ભરત કાનાબારે પોસ્ટ કરીને લખ્યું કે,પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનાર આપણે સૌ આપણા ઘરની બારીઓનો એક કાચ તૂટે તો પણ હચમચી જઈએ છીએ. ચોમાસામાં છત પરથી ક્યાંક થોડુંક અમથું પાણી જુવે તો જેમની ઊંઘ હરામ થઈ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ના રહે તે જોયા પછી પણ નિરાંતે ઊંઘી જઈએ છીએ.
કોઇ વ્યક્તિ ગુનેગાર હોય તો આખા પરિવારને બેઘર કરી દેવાની સજા કેવી રીતે વ્યાજબી ગણાય?