

ગુજરાતમાં કોગ્રેસના 2 દિવસના રાષ્ટ્રીય અધિવેશનની આજથી એટલે કે 8 એપ્રિલથી અમદવાદમાં શરૂ થઇ ગઇ છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવ્યા છે. મંગળવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની મિટીંગ મળી અને આવતીકાલે અધિવેશન થવાનું છે એ પહેલા કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચીન પાયલોટે મહત્ત્વની જાહેરાત કરી હતી.
કોંગ્રેસ CWCની બેઠક વચ્ચે સચીન પાયલોટે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યુ હતું. પાયલોટે કહ્યુ કે, બેઠકની અંદર ન્યાયપથ નામથી એક ઠરાવ મુકવામાં આવ્યો છે જેની પર ચર્ચા ચાલી રહી છે. આ ન્યાયપથ એક નવો ઇતિહાસ લખશે. કોંગ્રેસ ગુજરાતમાં પોતાના મૂળિયા મજબુત કરી રહી છે. પાયલોટે કહ્યું કે 2025નું આખું વર્ષ કોંગ્રેસ માત્ર સંગઠનને મજબુત કરવા પર જ ધ્યાન આપશે.