-copy9.jpg?w=1110&ssl=1)
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનભ ડાયમંડ કંપનીના પીવાના પાણીના ફિલ્ટરમાં સેલફોસનું પાઉચ ભેળવી દઇ સામુહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પાણી પીવાને કારણે 118 રત્નકલાકારોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જેમાંથી 6 ICUમાં છે, જો કે, હવે 102 કારીગરોને રજા આપી દેવામાં આવી છે.
કાપોદ્રા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નવાઇની વાત એ છે કે અનભ ડાયમંડ કંપનીમાં જ્યાં પાણીનું ફિલ્ટર રાખવામાં આવ્યું છે ત્યાં CCTV જ નથી. થોડે દુર છે, પરંતુ તેમાં ફિલ્ટર આવતું નથી.
પોલીસે ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે અને કારીગરોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. હજુ સુધી આ અધમ કૃત્ય કોણે કર્યુ તે વાત સામે આવી નથી.