fbpx

સોનાના ભાવ 55000 સુધી જવાના અહેવાલોને કારણે લોકો ગોલ્ડ વેચવા દોડ્યા

Spread the love
સોનાના ભાવ 55000 સુધી જવાના અહેવાલોને કારણે લોકો ગોલ્ડ વેચવા દોડ્યા

દેશના બુલિયન માર્કેટમાં અત્યારે ખળભળાટ મચેલો છે, સોનાના ભાવ 90,000થી 55,000 સુધી પહોંચી જવાના મીડિયા અહેવાલોને કારણે લોકોમાં ફફડાટ પેસી ગયો છે અને લોકો પોતાના ઘરમાંથી કાઢીને સોનું વેચવા ઝવેરીઓની દુકાને પહોંચી રહ્યા છે, પરંતુ અત્યારે ખરીદનાર જ કોઇ નથી તો ઝવેરીઓ પણ ના પાડી રહ્યા છે.

 અમેરિકાના મોર્નિંગ સ્ટારના એક એનાલિસ્ટની આગાહીનો અહેવાલ ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયો છે. જેમાં કહેવાયું છે કે સોનાના ભાવ ઔંસ દીઠ 3080 ડોલરથી ઘટીને 1820 ડોલર પર આવી જશે. મતલબ કે ભારતમાં 10 ગ્રામ દીઠ 55,000થી 56,000 સુધી આવી શકે.

જો કે, બેંક ઓફ અમેરિકાનું કહેવું છે કે સોનાના ભાવ 3080 ડોલરથી 3500 ડોલર સુધી પહોંચી જશે અ આ વર્ષના અંત માંજ 3300 ડોલર પર જશે. મતલબ કે ભારતમાં 1 લાખ રૂપિયા પર જશે.

error: Content is protected !!