fbpx

આ કોઈ ટ્રે઼ડ વોર નથી, ફક્ત ચીન માટે…’ USએ કહ્યું- નેગોસિએશનમાં આ બે દેશ સૌથી આગળ

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
આ કોઈ ટ્રે઼ડ વોર નથી, ફક્ત ચીન માટે...' USએ કહ્યું- નેગોસિએશનમાં આ બે દેશ સૌથી આગળ

યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે સ્પષ્ટતા કરી છે કે વૈશ્વિક વેપારમાં ટેરિફનો આ મુદ્દો બેડ એક્ટર્સ સાથે સંબંધિત છે. ચીન પર નિશાન સાધતા, યુએસ અધિકારીએ કહ્યું કે આવા દેશો વૈશ્વિક અર્થતંત્રમાં તેમના યોગદાન સાથે અસંતુલન બનાવી રહ્યા છે, જેના કારણે ટ્રમ્પે 125% ટેરિફ લાદ્યો છે. તેમણે કહ્યું નેગોશિએશન કે ચીનના પડોશી દેશો સાથે ચાલી રહ્યો છે, જેમાં ભારત પણ શામેલ છે. 

Trump-Tariff

બેસેંટ કહ્યું, ‘આ કોઈ ટ્રેડ વોર નથી. આ ‘ખરાબ એક્ટર્સ’ વિશે છે, અને અમે ચીનના પડોશીઓ સાથે ટેરિફ પર નેગોશિએશનને લઈને ચર્ચા કરી રહ્યા છીએ. આ બાબતમાં ભારત, દક્ષિણ કોરિયા અને જાપાન સૌથી આગળ છે. તેમણે કહ્યું કે વિયેતનામ સાથે પણ વેપાર વાટાઘાટો ચાલી રહી છે. 

ટ્રમ્પના નિર્ણયથી ભારતીય બજારને મળી શકે છે રાહત 

ચીન સામે 125 ટકા ટેરિફ 10 એપ્રિલથી અમલમાં આવશે.  આ નિર્ણય અમેરિકન માલ પર ટેરિફ 34 ટકાથી વધારીને 84 ટકા કર્યા પછી લેવામાં આવ્યો છે.બેસેંટે વધુમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલે લાદવામાં આવેલા ટેરિફ 90 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ અચાનક જાહેરાતથી વૈશ્વિક શેરબજારમાં ઉછાળો આવ્યો અને ઘણા દિવસોની અસ્થિરતાનો અંત આવ્યો. ભારતીય શેરબજારને પણ આનાથી રાહત મળવાની અપેક્ષા છે. 

Trump-Tariff-2

10% ટેરિફ સુધી જઈ શકે છે: બેસેંટ

બેસેંટે કહ્યું “અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આજે એક અઠવાડિયા પહેલા અમલમાં મુકવામાં આવેલી સફળ વાટાઘાટોની વ્યૂહરચના જોઈ છે,”. 75 થી વધુ દેશો વાટાઘાટો માટે આગળ આવ્યા છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ટ્રમ્પ વેપાર મંત્રણા (ટ્રેડ ટોક વિથ ટ્રમ્પ) માં વ્યક્તિગત રીતે ભાગ લેવા માંગે છે. એટલા માટે અમે 90 દિવસની યોજના પર કામ કરી રહ્યા છીએ. તેથી, દુનિયાનો કોઈપણ દેશ જે આવીને વાત કરવા માંગે છે, અમે તમારી વાત સાંભળવા તૈયાર છીએ. અમે તેમના માટે 10 ટકા બેઝલાઇન ટેરિફ સુધી જઈ શકીએ છીએ. 

અમેરિકા અને ભારત એકબીજા સાથે સંમત  

ભારત માટે પણ ટ્રમ્પની જાહેરાત 90 દિવસની રાહત પૂરી પાડે છે. અમેરિકાએ ફાર્માસ્યુટિકલ્સ અને સેમિકન્ડક્ટર સિવાય ભારતીય આયાત પર 26 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પે ભારત પ્રત્યે સાવધાનીભર્યું વલણ અપનાવ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન જાહેર કરાયેલા વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બંને દેશો દ્વિપક્ષીય વેપાર કરાર માટેની શરતો પર પહેલાથી જ સંમત થઈ ગયા છે અને આ વર્ષના પાનખર સુધીમાં આ સોદો પૂર્ણ થવાની અપેક્ષા છે. 

error: Content is protected !!