
-copy23.jpg?w=1110&ssl=1)
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોના ઘરો અને કોર્મશિયલ પ્રોપર્ટીમાંથી કચરો ભેગો કરવા પર ચાર્જ વસુલવાનું નક્કી કર્યું છે. આ ચાર્જ મિલકત વેરાની સાથે લેવામાં આવશે. દિલ્હીના લોકો પર દર વર્ષે 600 રૂપિયાથી માંડીને 2400 રૂપિયા અને કોર્મશિયલ પ્રોપર્ટી માટે 6,000થી 60,000 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવે છે.
દિલ્હીના લોકો મિલ્કત વેરો તો ભરે જ છે, પરંતુ હવે તેમણે કચરો ઉઠાવવાનો પણ ચાર્જ ચૂકવવો પડશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન જગ્યાના મુજબ ચાર્જ નક્કી કર્યો છે.દિલ્હીના મેયરે કમિશ્નરને પત્ર લખીને આ ચાર્જ તાત્કાલિક પાછો ખેંચી લેવાની માંગ કરે છે. આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકે કહ્યું કે, ભાજપના દબાણથી કમિશ્નરે આ ચાર્જ નાંખ્યો છે. જો ચાર્જ પાછો નહીં ખેંચાશે તો AAP દિલ્હીમાં આંદોલન કરશે.