

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધે તેવા સમાચાર સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરીંગ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે જોડાયેલી સંપત્તિઓ ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રિવેન્શન ઓફ મનીલોન્ડરીંગ રૂલ્સ 2013ના નિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
11 એપ્રિલે EDએ દિલ્હી, મુંબઇ અને લખનૌના પ્રોપર્ટી રજિસ્ટાર્સને ઔપચારીક નોટીસો પાઠવી છે, જયા એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ ( AJL)ની ઓફિસો આવેલી છે. આ સંપત્તિ યંગ ઇન્ડિયાના માધ્યમથી અધિગ્રહણ કરવામાં આવી હતી અને જેના લાભાર્થી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે. AJLની 988 કરોડ રૂપિયાની સંપત્તિ છે જ્યારે દિલ્હી, મુંબઇ, લખનૌમાં 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલ્કત છે.