

ડોનાલ્ડ ટ્રમ્પે ભલે ટેરિફમાં વધારો કર્યો, પરંતુ સુરતના લેબગ્રોન ડાયમંડને મોટો ફાયદો થવાનો છે આ વાત GJEPC રિજિયોનલ ઓફિસ સુરત દ્રારા આયોજિત બાયર સેલર મીટમા આવેલા વિદેશી બાયરોએ કહી હતી. સુરત ડાયમંડ બુર્સ ખાતે આયોજિત ત્રીજી બાયર સેલર મીટમાં 7 દેશોના બાયરો લેબગ્રોન ડાયમંડ ખરીદવા માટે આવ્યા હતા.
ટ્રમ્પની ટેરિફની જાહેરાત પછી પહેલીવાર આ સમીટ મળી હતી. વિદેશી બાયરોએ કહ્યું હતું કે અમે હોંગકોંગ, ચીનની મુલાકાતે ગયા હતા, પરંતુ ત્યાં લેબગ્રોન ડાયમંડ મોંઘા હતા. તેની સરખામણીએ સુરતમાં લેબગ્રોન ડાયમંડ 10 ટકા સસ્તા છે. એક બાયરે કહ્યું કે, ટ્રમ્પના ટેરિફને કારણે નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ જ્વેલરી મોંઘી થશે, પરંતુ લોકો હવે લેબગ્રોન ડાયમંડ જ્વેલરી તરફ વળ્યા છે જેનો ફાયદો સુરતના લેબગ્રોન ડાયમંડને મળશે.