
-copy45.jpg?w=1110&ssl=1)
અમદાવાદના એક ઝવેરીએ પોતાની કંપનીમાં કામ કરતા 130 કર્મચારીઓને ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા હતા. અમદાવાદની કે કે. જવેલર્સના માલિક કૈલાશ કાબરાએ કંપનીએ 200 કરોડ રૂપિયાના ટર્નઓવરના લક્ષ્યાંકને હાસંલ કરી લીધી તેની ખુશીમાં કર્મચારીઓને ભેટ આપી હતી. 12 કર્મચારીઓને 12 લાખથી 30 લાખ સુધીની કાર તો આપી એટલું જ નહીં, તેમને કારનો વિમો અને એક વર્ષ માટે દર મહિને પેટ્રોલ માટે 10,000નું ઇન્સેન્ટીવ પણ આપ્યું. 6 કર્મચારીઓને ટુવ્હીલર્સ ભેટ અપાયા, 7 કર્મચારીઓને આઇ- ફોન ભેટમાં આપવામાં આવ્યા.
એ સિવાય અન્ય કર્મચારીઓને સોના-ચાંદીના સિક્કા અથવા ટૂર પેકેજ ભેટમાં આપવામાં આવ્યા. કૈલાશ કાબરાએ કહ્યું કે, કર્મચારીઓને ખુશ રાખવાની મારી પ્રાયોરીટી છે.મારા મોજ-શોખ પછી પહેલા કર્મચારી ખુશ રહે તે જરૂરી છે.