

દેશની પંજાબ નેશનલ બેંક સાથે 13 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલો મેહુલ ચોક્સી બેલ્જીયમના એન્ટવર્પમાંથી પકડાયો છે. થોડા સમય પહેલા અહેવાલો હતા કે મેહુલ ચોક્સી એન્ટવર્પમાં દેખાયો હતો એ પછી ભારત સરકારની એજન્સી EDએ બેલ્જીયમ સરકારને મેહુલની ધરપકડ કરવા માટે વિનંતી કરી હતી.
બેલ્જીયમ પોલીસે 12 એપ્રિલે મેહુલની ધરપકડ કરી છે. મેહુલના પત્ની પ્રીતી બેલ્જીયમના રેસિડન્સ છે અને તેમની દીકરી સાથે રહે છે.
બેલ્જીયમ અને ભારત વચ્ચે સંધિ હોવાને કારણે મેહુલનું પ્રત્યાપર્ણ કરાશે અને તેને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જાણકારોનું કહેવું છે કે, થોડો વિલંબ થશે, પરંતુ આ વખતે મેહુલને ભારત લાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.