fbpx

ફ્રાન્સના યુટ્યુબરે ભારતીય ટ્રેનમાં દેખાડ્યા ઉંદરો અને વંદા; બોલ્યો- મેન્ટલી પરેશાન થઈ ગયો છું, હવે…

Spread the love
ફ્રાન્સના યુટ્યુબરે ભારતીય ટ્રેનમાં દેખાડ્યા ઉંદરો અને વંદા; બોલ્યો- મેન્ટલી પરેશાન થઈ ગયો છું, હવે...

આપણાં બધાને ટ્રેનની મુસાફરી ખૂબ ગમે છે અને તેની સાથે ઘણી યાદો જોડાયેલી હોય છે, પરંતુ આજે અમે તમને એક ફ્રાન્સીસી ટૂરિસ્ટ બાબતે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતીય ટ્રેનમાં 46 કલાક સુધી મુસાફરી કરવાનો અનુભવ શેર કર્યો છે. જેને જાણીને તમને ખૂબ જ હેરાની થશે. ફ્રાન્સીસી ટૂરિસ્ટનું નામ વિક્ટર બ્લાહો છે અને તે એક યુટ્યુબ ચેનલ ચલાવે છે.

તેણે કહ્યું કે ભારતભરમાં 46 કલાકની કષ્ટદાયક રેલ યાત્રાનો અનુભવ બિલકુલ સારો નહોતો. આ યાત્રાએ તેના શરીરને તોડીને રાખી દીધું છે અને મને ઘરે પાછા ફરવા મજબૂર કરી દીધો છે. એક ફ્રાન્સીસી પર્યટક ભારતભરમાં 46 કલાકની કષ્ટદાયક રેલ મુસાફરીની નીડર સમીક્ષા માટે તે વાયરલ થઈ ગયો છે. તે કહે છે આ અનુભવે તેને તોડી નાખ્યો અને ઘરે પાછા ફરવા માટે બેચેન કરી દીધો.

French-tourist2

વિક્ટર બ્લાહોએ પોતાની યુટ્યુબ ચેનલ પર મુંબઈથી વારાણસી, પછી આગ્રા અને અંતે દિલ્હી સુધીની ભારતમાં તેની લાંબી અને પડકારજનક મુસાફરીનો અનુભવ શેર કર્યો છે. તેણે કહ્યું કે, મેં લગભગ 46 કલાક ટ્રેનમાં મુસાફરી કરી, જેમાં ભારતીય રેલવેની વિવિધ કેટેગરી જેમ કે સ્લીપર અને થર્ડ AC સામેલ છે, આ બધી સીટોનો ઉપયોગ કર્યો, પરંતુ આખી મુસાફરી દરમિયાન મને ક્યાંય પણ આરામ ન મળ્યો. મુસાફરી દરમિયાન મને ખૂબ થાક, બેચેની અને ચારેય બાજુ ખૂબ અવાજ સંભળાયો, જેનાથી હું ખૂબ જ પરેશાન થઈ ગયો.

French-tourist1

બ્લાહોએ હવે વાયરલ થઈ ચૂકેલા વીડિયોમાં ભીડભાડવાળા કોચ, ગંદા ડબ્બા અને ઊંઘ હરામ થઈ ગઈ હોય તેવી ઘટનાઓ રેકોર્ડ કરી છે,  એક હિસ્સામાં તેણે ટ્રેનના ફર્શ પર એક ઉંદર દેખાડ્યું, ત્યારબાદ એક વંદાને પણ બતાવ્યો. તેણે પોતાના વીડિયોમાં કહ્યું કે, તે ખૂબ ગંદુ છે, ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. સ્વચ્છતાની કમી જ એકમાત્ર સમસ્યા નહોતી. તેને મુસાફરી દરમિયાન બિનજરૂરી અવાજ, સાંકડી જગ્યાઓ અને વારંવાર થતી રુકાવટોથી પણ ઝઝૂમવું પડ્યું.

એક વખત, એક સાથી મુસાફરે ભાર આપીને કહ્યું કે, તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર વાત કરે, અને પછીથી તેણે ખુલાસો કર્યો કે તેની મુંબઈ અને દિલ્હી બંને જગ્યાએ ગર્લફ્રેન્ડ છે. તે વ્યક્તિ સતત વાત કરતો રહ્યો અને બ્લાહોને વીડિયો કોલ કરતો રહ્યો, જેણે તેને માનસિક રીતે થાકવી દીધો. એક વીડિયોમાં તેણે કહ્યું કે, ‘ભારતમાં 3 અઠવાડિયા થઈ ગયા છે. હવે હું ઘરે જવા માગુ છું અને મને શાંતિ જોઈએ છે, સાથે જ એક સ્વચ્છ બેડ પણ.’

error: Content is protected !!