

રાહુલ ગાંધી 15-16 એપ્રિલ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. બુધવારે મોડાસામાં કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યુ હતું કે, મેં અગાઉ કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડા હોવાની વાત કરેલી. એક રેસના ઘોડા અને બીજા લગ્નના. પરંતુ હવે ત્રીજા પ્રકારના ઘોડા પણ સામે આવ્યા છે. લંગડા ઘોડા.
રાહુલે કહ્યું કે, અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા લગ્નમાં દોડતા અને લગ્નના રેસમાં. હવે રેસના ઘોડા રેસમાં જ દોડશે અને લગ્નના ઘોડા માત્ર નાચવાનું કામ કરશે. રાહુલ ગાંધીએ લંગડા ઘોડા કોને કહ્યા તે વિશે કશી સ્ષષ્ટતા કરી નહોતી, પરંતુ જાણકારોનું માનવું છે કે જે કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરે છે, જે નેતાઓ મીટિંગોમાં હાજર રહેતા નથી અને જે સિનિયર નેતાઓ બુથ લેવલે જીત અપાવી શકતા નથી તેમને લંગડા ઘોડા કહ્યા હોવાનું અનુમાન છે.