fbpx

હવે નારાયણ-નોર્ખિયાના બેટ ટેસ્ટમાં નિષ્ફળ, અમ્પાયરો જે તપાસ કરે છે તે IPLનો ‘ગેજ ટેસ્ટ’ શું છે?

Spread the love
હવે નારાયણ-નોર્ખિયાના બેટ ટેસ્ટમાં નિષ્ફળ, અમ્પાયરો જે તપાસ કરે છે તે IPLનો 'ગેજ ટેસ્ટ' શું છે?

મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં, 111 રન બનાવવા છતાં, પંજાબ કિંગ્સે 16 રનથી મેચ જીતી લીધી. જોકે, આ મેચમાં ફરી એકવાર અમ્પાયરો મેદાન પર જ ખેલાડીઓના બેટ તપાસતા જોવા મળ્યા. આ ‘ગેજ ટેસ્ટ’માં, KKRના સુનીલ નારાયણ અને એનરિક નોર્કિયાના બેટ ફેલ થયા હતા.

ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાયેલી મેચમાં પંજાબની ટીમે પ્રથમ બેટિંગ કરતા 111 રન બનાવ્યા હતા. જવાબમાં, જ્યારે KKRના ઓપનરો મેદાન પર આવ્યા, ત્યારે અમ્પાયર સૈયદ ખાલિદે ઓપનરો સુનીલ નારાયણ અને અંગક્રિશ રઘુવંશીના બેટ ચેક કર્યા. આ ટેસ્ટમાં સુનીલ નારાયણનું બેટ ફેલ થયું હતું. તેના બેટનો જાડો ભાગ ગેજમાંથી પસાર થઈ શક્યો નહીં.

Bat Gauge Test

આ પછી, સુનીલ નારાયણ અમ્પાયર સાથે વાત કરતા પણ જોવા મળ્યા. પરંતુ આ પછી, જ્યારે રઘુવંશીના બેટનું પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે તેનું બેટ પરીક્ષણમાં પાસ થયું હતું.

આ પછી, જ્યારે એનરિક નોર્કિયા બેટિંગ કરવા માટે ઉતર્યા, ત્યારે તેમનું બેટ પણ પરીક્ષણમાં નિષ્ફળ ગયું. આ ઘટના KKRની ઇનિંગની 16મી ઓવરની શરૂઆતમાં બની હતી. આ કારણે રમત થોડા સમય માટે અટકી ગઈ હતી. અહીં તમને જણાવી દઈએ કે, આ IPL 2025માં નોર્કિયાની પહેલી મેચ હતી.

અહીં તમને જણાવી દઈએ કે, IPLની વર્તમાન સીઝનમાં, અમ્પાયરોએ મેદાન પર જ બેટનું કદ તપાસવાનું શરૂ કરી દીધું છે. બેટનું કદ તપાસવું એ કોઈ નવો નિયમ નથી. પરંતુ અગાઉ આ ટેસ્ટ ફક્ત ડ્રેસિંગ રૂમની અંદર જ કરવામાં આવતો હતો. જોકે, પાવર-હિટિંગના આ યુગમાં વધુ સતર્ક રહેવાના પ્રયાસરૂપે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મેચ અધિકારીઓને જરૂર પડ્યે મેદાન પર બેટની કોઈપણ પ્રકારની તપાસ કરવાની મંજૂરી આપી છે.

Bat Gauge Test

આ ટેસ્ટ દરમિયાન, અમ્પાયર બેટનું કદ ચકાસવા માટે ‘બેટ ગેજ’ નામનું ઉપકરણ પોતાની સાથે રાખે છે. જો બેટ તે ગેજમાંથી પસાર થાય છે, તો બેટ સાચું માનવામાં આવે છે. જો તે ગેજ તેમાં ફસાઈ જાય તો બેટ બદલવું પડતું હોય છે.

નિયમો અનુસાર, બેટના ઉપરની પહોળાઈ 4.25 ઇંચ (10.79 સેમી)થી વધુ ન હોવી જોઈએ. બેટના મધ્ય ભાગ (વચ્ચેનો જાડો ભાગ)ની જાડાઈ 2.64 ઇંચ (6.7 સેમી)થી વધુ ન હોવી જોઈએ. જ્યારે, બેટની ધારની મહત્તમ પહોળાઈ 1.56 ઇંચ (4 સેમી)થી વધુ ન હોઈ શકે. બેટની લંબાઈ હેન્ડલની ટોચથી બેઝ સુધી 38 ઇંચ (96.4 સેમી)થી વધુ ન હોવી જોઈએ.

છેલ્લા કેટલાક દિવસોમાં, મેદાન પર મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના શિમરોન હેટમાયર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ફિલ સોલ્ટ અને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના બેટ બેટ ગેજથી માપવામાં આવ્યા હતા. આ બધા ખેલાડીઓના બેટનું કદ બરાબર હોવાનું જાણવા મળ્યું હતું.

error: Content is protected !!