

કેન્દ્ર સરકારે એવી અફવાઓને નકારી કાઢી છે કે, સરકાર 2,000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર GST લગાવવા પર વિચારી રહી છે. નાણા મંત્રાલયે કહ્યું હતું કે, વર્તમાનમાં એવા કોઈ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો નથી અને GST લગાવવાના સમાચાર પૂરી રીતે ખોટા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ 30 ડિસેમ્બર, 2019ના રોજ જાહેર કરવામાં આવેલી એક અધિસૂચનાના માધ્યમથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ (MDR) પર્સન ટૂ મર્ચન્ટ (P2M) UPI લેવડ-દેવડ પર MDR હટાવી દીધો હતો.
આ અધિસૂચના જાન્યુઆરી 2020થી લાગૂ છે. હવે UPI લેવડ-દેવડ પર કોઈ MDR ચાર્જ લેવામાં આવતો નથી, એવામાં UPI લેવડ-દેવડ પર પણ GST નહીં લાગે. પર્સન ટૂ મર્ચન્ટ UPI લેવડ-દેવડનો અર્થ છે વ્યાપારી અને ગ્રાહક વચ્ચે કરવામાં આવેલું ટ્રાન્ઝેક્શન.

જાણો શું હોય છે GST?
તમને જણાવી દઈએ કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એક ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ છે, જે ભારતમાં 1 જુલાઈ, 2017થી લાગૂ થઈ હતી. આ ટેક્સ સિસ્ટમ અગાઉથી ઉપસ્થિત ઘણા ટેક્સ જેમ કે VAT, એક્સાઇઝ ડ્યુટી અને સર્વિસ ટેક્સને જોડીને બનાવવામાં આવી હતી. GSTનું ઉદ્દેશ્ય કર પ્રક્રિયાને સરળ બનાવવાનો અને દેશભરમાં એકસમાન ટેક્સ લગાવવા જેવા વન નેશન, વન ટેક્સ પણ કહેવામાં આવે છે. તેનાથી વ્યવસાયમાં પારદર્શિતા આવી અને ડિજિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન મળ્યું.

ટેક્સ સ્લેબ અને વ્યવસાય પર અસર
ઉલ્લેખનીય છે કે, GSTને મુખ્ય 4 સ્લેબમાં વહેંચવામાં આવ્યો છે- 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. આ ઉપરાંત, કેટલીક આવશ્યક વસ્તુઓ જેમ કે અનાજ અને દવાઓ 0 ટકા ટેક્સમાં આવે છે. તો, સૌથી વધુ ટેક્સ લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર લાગે છે. આ ટેક્સ સિસ્ટમે શરૂઆતમાં નાના વેપારીઓને થોડી તકલીફ આપી હતી, પરંતુ ધીમે-ધીમે તેઓ પણ ઓનલાઈન રજીસ્ટ્રેશનઅને રિટર્ન ફાઇલિંગથી ટેવાઈ ગયા. આજે, GSTના કારણે, દેશમાં આંતરરાજ્ય વેપાર સરળ થઈ ગયો છે અને ટેક્સ ચોરી પર પણ રોક લાગી છે.