fbpx

PSLમાં ગજબ થઈ ગયું, હેર ડ્રાયર-ટ્રીમર બાદ જાણો આફ્રિદીને શું ગિફ્ટ અપાઇ

Spread the love
PSLમાં ગજબ થઈ ગયું, હેર ડ્રાયર-ટ્રીમર બાદ જાણો આફ્રિદીને શું ગિફ્ટ અપાઇ

પાકિસ્તાન સુપર લીગની 10મી સીઝનમાં અત્યાર સુધી કેટલીક શાનદાર મેચ જોવા મળી છે. 6 ટીમો વચ્ચે રમાયેલી આ ટૂર્નામેન્ટમાં, અત્યાર સુધી મેચો કરતા ગિફ્ટની વધુ ચર્ચા થઈ છે, જેના કારણે PSLની પણ મજાક બની ગઈ છે, પરંતુ હવે PSLમાં એવી ભેટ આપવામાં આવી છે, જેની બાબતે સાંભળીને તમને નવાઈ લાગશે. PSL 2025ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે રહેલી લાહોર કલંદર્સે શાહીન શાહ આફ્રિદીને એક ભવ્ય ભેટ આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

PSL

લાહોર કલંદર્સે સોશિયલ મીડિયા સાઇટ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ફ્રેન્ચાઇઝીએ શાહીન શાહ આફ્રિદીને કસ્ટમ-મેઇડ, 24-કેરેટ સોનાનો iPhone 16 Pro ભેટમાં આપ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શાહીન પોતે આ ભેટ મેળવીને હેરાન થઈ ગયો હતો. વીડિયોમાં શાહીનના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે અને તેને કહેતા સાંભળી શકાય છે કે તે ભારે છે. ફાસ્ટ બોલર હરિસ રૌફે મજાકમાં કહ્યું, ‘ના ભાઈ, આ ખોટું છે.’

PSL 2025 સીઝનમાં કરાચી કિંગ્સે પોતાના ખેલાડીઓને હેર ડ્રાયર અને દાઢી ટ્રીમર ભેટમાં આપ્યા હતા. ડ્રેસિંગ રૂમ સમારોહ દરમિયાન ઇંગ્લેન્ડના જેમ્સ વિન્સને હેરડ્રાયર આપવામાં આવ્યું હતું. જ્યારે હસન અલીને કલંદર્સ સામેની મેચ બાદ ટ્રિમર આપવામાં આવ્યું હતું. આ પહેલા PSLની ઓપનિંગ સેરેમનીમાં એક વ્યક્તિને જેટ શૂટ પહેરાવીને ઉડાવ્યો હતો, જેનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો અને લોકોએ પાકિસ્તાન અને PSLની ખૂબ મજાક ઉડાવી હતી.

PSL1

તમને જણાવી દઈએ કે, લાહોર કલંદર્સ હાલમાં PSL 2025માં ત્રીજા નંબર પર છે. ઇસ્લામાબાદ યુનાઇટેડ સામેની મેચમાં લાહોર કલંદર્સનો 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ક્વેટા ગ્લેડિએટર્સ સામેની મેચમાં ટીમે 79 રનથી જીત હાંસલ કરી હતી. જ્યારે કરાચી કિંગ્સ સામેની ત્રીજી મેચમાં ટીમે 65 રનથી જીત મેળવી હતો. 3 મેચ બાદ લાહોર કલંદર્સના 4 પોઈન્ટ છે અને તેની નેટ રન રેટ +2.051 છે.

error: Content is protected !!