

ભારતીય ક્રિકેટ ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઓલરાઉન્ડર શિવમ દુબેએ મંગળવારે તામિલનાડુના 10 ઉભરતા યુવા ખેલાડીઓને 70-70 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. 31 વર્ષીય ક્રિકેટરે તામિલનાડુ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન (TNSJA) એવોર્ડ્સ અને સ્કોલરશિપ ઇવેન્ટમાં આ જાહેરાત કરીને ઉપસ્થિત તમામના દિલ જીતી લીધા હતા. શિવમ દુબે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતો, જ્યાં તામિલનાડુના ઘણા યુવા ખેલાડીઓને તેમની ઉપલબ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, રમતવીરોને TNSJA દ્વારા 30 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ પ્રદાન કરવમાં હતી.

પોતાના યોગદાનની જાહેરાત કરવા અગાઉ સભાને સંબોધિત કરતા શિવમ દુબેએ કહ્યું હતું કે, આ આયોજન બધા યુવા ખેલાડીઓ માટે ઉત્સાહવર્ધક છે. આ નાની-નાની ઉપલબ્ધિઓ તેમને વધુ મહેનત કરવા અને દેશનું નામ રોશન કરવા માટે વધારાની પ્રેરણા પ્રદાન કરે છે. હું આ આમંત્રણ માટે ખૂબ આભારી છું. જોકે મેં મુંબઈમાં પણ આ પ્રકારની પહેલ જોઈ છે, પરંતુ હું અન્ય રાજ્યો બાબતે નિશ્ચિત નથી. હું નિશ્ચિત આ પ્રકારના અન્ય કાર્યક્રમોની હિમાયત કરીશ. 30,000 રૂપિયાની આ રકમ નાની લાગે છે, પરંતુ તે પ્રોત્સાહનના રૂપમાં કામ કરે છે. જ્યારે તમે યુવાન હોવ છો, ત્યારે દરેક પૈસો અને દરેક પુરસ્કાર વાસ્તવમાં મહત્ત્વપૂર્ણ હોય છે.
આ દરમિયાન, મુંબઈના આ ક્રિકેટરે હૃદયસ્પર્શી નિર્ણય લેતા ખેલાડીઓ અને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને એ સમયે હેરાન કરી દીધા, જ્યારે યુવા ખેલાડીઓના કરિયરને આગળ વધારવા માટે 10 ખેલાડીઓ માટે 7 લાખ રૂપિયાનું વધારાનું યોગદાન આપવાની રજૂઆત કરી.

કાર્યકરમાં જે યુવા પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી, તેમાં પી.બી. અભિનંદન (ટેબલ ટેનિસ), કે.એસ. વેનિશા શ્રી (તીરંદાજી), મુથુમીના વેલ્લાસામી (પેરા એથ્લેટિક્સ), શમીના રિયાઝ (સ્ક્વોશ), એસ. નંદના (ક્રિકેટ), કમલી પી. (સર્ફિંગ), આર. અબિનયા (એથ્લેટિક્સ), આર.સી. જિતિન અર્જૂનન (એથ્લેટિક્સ), એ તક્ષનાથ (ચેઝ), જયંત આર.કે. (ક્રિકેટ)નો સામેલ છે.