

પહેલગામની ઘટનામાં ઉત્તર પ્રદેશના કાનપુરના એક યુવાને જીવ ગુમાવ્યો હતો. તેના હજુ 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને હજુ તો પત્નીના હાથ પરથી મહેંદીનો રંગ પણ નિકળ્યો નહોતો. શુભમ દ્વિવેદીનો પહેલગામમાં જીવ ગયો. શુભમના પિતા સંજય દ્વિવેદીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, બે કોડીના લોકો ભારત સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પડકાર ફેંકીને ગયા. હુમલો કરનારાઓએ મારી વહુને કહ્યું હતું કે, જા તારા મોદીને જઇને કહેજે.
સંજય દ્વિવેદીનો કહેવાનો મતલબ એ હતો કે, સરકાર એકશન લેતી નથી એટલે આવા લોકોની હુમલા કરવાની હિંમત વધી ગઇ છે. તેમણે કહ્યું કે, આવા લોકોને 7 પેઢી યાદ કરે તેવી સજા કરવી જોઇએ.