fbpx

આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી

2 સરકારી બેન્ક, કેનેરા બેન્ક અને ઇન્ડિયન બેન્કે પોતાના ગ્રાહકોને રાહત આપી છે. બેન્કોએ ગુરુવારે પોતાના રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)માં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટાડા બાદ, બંને બેન્કોની હોમ લોન અને ઓટો લોન સસ્તી થઈ ગઈ છે. સાર્વજનિક ક્ષેત્રના મુખ્ય લોનદાતાના આ નિર્ણય બાદ, ઇન્ડિયન બેન્કે પોતાના હોમ લોનના વ્યાજ દરને વર્તમાન 8.15 ટકાથી ઘટાડીને 7.90 ટકા અને ઓટો લોન વ્યાજ દરને વર્તમાન 8.50 ટકાથી ઘટાડીને 8.25 ટકા કરી દીધા છે.

canara-bank

મીડિયા રિપોર્ટ અનુસાર, ચેન્નાઈ સ્થિત બેન્કે એક નિવેદનમાં કહ્યું હતું કે, ઘટાડેલા વ્યાજ દરો ઉપરાંત, ઇન્ડિયન બેન્ક કન્સેશનલ પ્રોસેસિંગ ફી અને શૂન્ય દસ્તાવેજીકરણ શુલ્ક જેવા લાભો પણ આપી રહી છે. કેનેરા બેન્કે એક નિવેદનમાં કહ્યું હતું કે, RLLRમાં ઘટાડા સાથે, બધી લોન માટે લઘુત્તમ વ્યાજ દરમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, આ ઘટાડા સાથે, હોમ લોન 7.90 ટકાથી શરૂ થઈ રહી છે, જ્યારે ઓટો લોન વાર્ષિક 8.20 ટકાથી શરૂ થઈ રહી છે.

indian-bank1

દેશની સૌથી મોટી લોનદાતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ પણ થોડા દિવસ અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નીતિ દરમાં ઘટાડા બાદ પોતાના લોન દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો, જેથી હાલના અને નવા બંને પ્રકારની લોન  લેનારાઓ માટે લોન સસ્તી થઈ ગઈ હતી. ઘટાડા બાદ, SBIનો રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) 25 બેસિસ પોઈન્ટના ઘટાડા સાથે 8.25 ટકા થઈ ગયો છે. બેન્કે એક્સટર્નલ બેન્ચમાર્ક બેઝ્ડ લેન્ડિંગ રેટ (EBLR)ને પણ સમાન બેસિસ પોઈન્ટ ઘટાડીને 8.65 ટકા કરી દીધો છે. નવા સંશોધિત દરો 15 એપ્રિલ, 2025થી પ્રભાવી છે. આ અગાઉ પણ ઘણી બેન્કોએ પોતાની લોન સસ્તી કરી દીધી છે.

error: Content is protected !!