fbpx

બાઇક પર બાળકોને પાંજરામાં લઈ જનારને જોઈને કદાચ તમને હસવું આવી રહ્યું હોય, પરંતુ..

Spread the love
બાઇક પર બાળકોને પાંજરામાં લઈ જનારને જોઈને કદાચ તમને હસવું આવી રહ્યું હોય, પરંતુ..

ભારતને આમ જ ‘જુગાડુઓનો દેશ’ કહેવામાં આવતો નથી. અહીં દરેક સમસ્યાનું કોઈક ને કોઈક અનોખું સમાધાન શોધી કાઢનારા લોકો મળી જ જશે. તેમના જુગાડ એટલા ક્રિએટિવ હોય છે કે, મોટી-મોટી ટેક્નોલોજી પણ તેમની સામે ફિક્કી થઇ જાય છે. આવા જ પ્રકારનો એક અજીબોગરીબ જુગાડનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે સામાન્ય રીતે એક બાઇક પર 3થી વધુ લોકો બેસી શકતા નથી, પરંતુ એક પરિવારે બાઇક પર 4 લોકો માટે બેસવાની એવી શાનદાર વ્યવસ્થા કરી કે, જોનારાઓ આશ્ચર્યચકિત રહી ગયા.

Viral-Video1

આ વીડિયોમાં, એક શખ્સ પોતાની બાઇક પર 2 નાના બાળકોને મરઘીઓના પાંજરામાં લઈ જઈ રહ્યો છે. આ વીડિયો એક તેલુગુ રેપર રોલ રિડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક શખ્સની બાઇક પાછળ એક મોટું પાંજરું બાંધેલું છે અને તેમાં 2 બાળકો આરામથી બેઠા છે. એવું લાગી રહ્યું છે, જેમ આ પાંજરાંમાં બાળકો માટે ખાસ સીટ બનાવીને લગાવવામાં આવી છે.

વીડિયોમાં બાઇક નંબર પ્લેટ આંધ્ર પ્રદેશની દેખાઇ રહી છે, પરંતુ આ ઘટના ક્યાંની છે તેની જાણકારી મળી શકી નથી. એટલું જ નહીં, જેવો જ વીડિયો આગળ વધે છે, એક મહિલા પણ જોવા મળે છે, જે બાઇકની આગળના હિસ્સાની ખાલી જગ્યામાં બેઠી હોય છે. આ નજારો જોઈને એવું લાગે છે કે, એક પરિવાર એક સાથે બાઇક પર ક્યાંક જઈ રહ્યો છે અને બાઇક પર 4 લોકોની બેસવાની જગ્યા ન હોવાને કારણે આ પ્રકારનો જુગાડ કરે છે.

Viral-Video2

વાયરલ વીડિયોને તેલુગુ રેપર રોલ રિડા @rollridaએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા કેપ્શન લખ્યું કે, ‘આ માત્ર ભારતમાં જ થઈ શકે છે.’ આ વીડિયોને અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો જોઇને જ્યાં એક તરફ લોકો આશ્ચર્યચકિત છે, તો બીજી તરફ લોકો હસી પણ રહ્યા છે. કેટલાક લોકો જ્યાં તેને મજેદાર કહી રહ્યા છે, તો કેટલાક તેને બાળકોની સુરક્ષા માટે ખતરનાક માની રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ઇનોવેટિવ ડેડ. અન્ય એક યુઝરે કહ્યું કે, ‘હેપ્પી ફેમિલી, કદાચ તમને હસવું આવી રહ્યું હોય, પરંતુ આ પરિવાર આટલામાં જ ખૂબ ખુશ છે.’

error: Content is protected !!