
-copy57.jpg?w=1110&ssl=1)
ગુજરાતના મહત્વાકાંક્ષી રો પેક્સ ફેરી પ્રોજેક્ટને મોટો ફટકો પડ્યો છે. દહેજ અને ઘોઘા વચ્ચે શરૂ થયેલી ફેરી સર્વિસ થોડા જ સમયમાં બંધ કરી દેવામા આવી . આ પ્રોજેક્ટ માટે 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રોરો ફેરીને ધામધૂમથી ઉદઘાટન કરર્યુ હતું. હવે ગુજરાત સરકારે તપાસ શરૂ કરી છે કે આ રો રો ફેરી બંધ કેમ કરી દેવી પડી અને 200 કરોડ રૂપિયાનો ડ્રેજિંગ પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.
દહેજથી ઘોઘાની ફેરી સર્વિસ એટલા માટે બંધ કરી દેવામાં આવી કારણકે,દહેજમાં મોટા પાયે કાંપ ભેગો થાય છે જેને લીધે જહાજોને લાંગરવાનું મુશ્કેલ હતું, સરકાર એ તપાસ કરી રહી છે કે કાંપ ભેગો થઇ શકે એવી ખબર હોવા છતા આ પ્રોજેક્ટ ચાલુ કેમ કરાવામાં આવ્યો?