

ભારતના સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB)ની અત્યારે ચારેકોર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે ફાયનાન્શીલ પ્લાનર અને સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ એં. કે. મંધાને કહ્યું છે કે, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની આલોચના કરી છે અને નોટબંધી અને મેક ઇન્ડિયાની જેમ નિષ્ફળ ગણાવી છે.
એનાલિસ્ટનું કહેવું છે કે, SGBની ખામીયૂકત ડિઝાઇનને કારણે સરકારી જવાબદારીઓમાં અસ્થિર વૃદ્ધિ થઇ છે. માત્ર 6 વર્ષમાં જ 930 ટકાની વૃદ્ધિ થઇ ગઇ જે અત્યારે સોનાના ભાવ મુજબ 1.13 લાખ કરોડ રૂપિયા પર સરકારની જવાબદારી પહોંચી ગઇ છે. સોનાના ભાવ વધવાની સાથે સરકારની જવાબદારી પણ વધતી જશે. આ યોજના 2015માં શરૂ થઇ હતી અને સરકારે ગેરંટીનું વચન આપ્યું છે. 2015માં સોનાનો ભાવ 26,000 હતો જે આજે વધીને 89000 થઇ ગયો છે.
સરકાર પ્રર્વતમાન બજાર ભાવે બોન્ડના રિડમ્પશનની ખાત્રી આપે છે.