fbpx

છત્રી કાઢી રાખજો… ગુજરાતના 12 જિલ્લામાં કરા સાથે વરસાદ પડશે

Spread the love
છત્રી કાઢી રાખજો... ગુજરાતના 12 જિલ્લામાં કરા સાથે વરસાદ પડશે

ગુજરાતમા જ્યા કાળઝાળ ગરમી પડતી હતી, ઘણા વિસ્તારોમાં 45 ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયું ત્યાં હવે હવામાનમાં અચાનક પલટો આવી ગયો છે અને ઠંડો પવન ફુંકવાવવાનું શરૂ થયું છે, જેને કારણે લોકોને ગરમીથી રાહત મળી રહી છે.

ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, 4 મેને રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ જેવા 12 જિલ્લામાં કરા સાથે વરસાદ પડી શકે છે. લગભગ 41થી 61 કિ.મીની ઝડપે પવન ફુંકાઇ શકે છે.

 ઉપરાંત દ્રારકા, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં પણ હળવો વરસાદપડી શકે છે. આમ તો હવામાનના જાણકારોએ 3થી 10 મે સુધી ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં માવઠાની આગાહી કરેલી છે.

error: Content is protected !!