
-copy18.jpg?w=1110&ssl=1)
અદાણી ગ્રુપની મુશ્કેલી વધે તેવા સમચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના સગા ભત્રીજા સામે સેબીએ ઇનસાડર ટ્રેડીંગનો આરોપ લગાવ્યો છે.
રોઇટર્સના એક અહેવાલમાં સેબીએ કહ્યું છે કે,પ્રણવ અદાણીએ મે 2021માં અદાણી ગ્રુપની SB એનર્જિ ખરીદવાની ડીલની ગુપ્ત માહિતી તેમના જ બે બનેવીઓ કૃણાલ શાહ અને નૃપાલ શાહ સાથે શેર કરી હતી. શાહ બંધુઓએ આનો લાભ લઇને 90 લાખ રૂપિયાની ગેરકાયદે કમાણી કરી હતી. જો કે પ્રણવ અદાણીએ આ આરોપો નકાર્યા છે અને કહ્યું છે કે, આ માહીતી સાર્વજનિક હતી ત્યારે શેરબજારમાં ટ્રેડ કરવામાં આવ્યા હતા.
પ્રણવ અદાણીએ ગૌતમ અદાણીના મોટા ભાઇ વિનોદ અદાણીના પુત્ર છે અને અદાણી ગ્રુપમાં મોટી જવાબદારી સંભાળે છે.