

ગુજરાતનું ગોંડલ ઘણા દિવસોથી ચર્ચામાં છે. ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયાના સામ સામે નિવેદને કારણે ગોંડલ ચર્ચાનો વિષય બન્યું છે. હવે રાજકુમાર જાટ હત્યા કાંડમાં રાજકુમારની બહેન પુજા જાટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આરોપ લગાવ્યો છે કે, મારા ભાઇની હત્યા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે જ કરી છે. પુજા જાટે એવું પણ કહ્યું કે, જે અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ અમને મદદ કરી રહ્યા છે તેમની પાછળ IB લગાડવામાં આવી રહી છે, જ્યારે ખરેખર IBએ તો ગણેશ ગોંડલની પાછળ પડવાની જરૂર છે.
ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ UPSCની પરીક્ષાની તૈયારી કરતા હતા તે વખતે હુમલો થયો હતો અને તેમનું મોત થયું હતું.