

એક્ટર નવાઝુદ્દીન સીદ્દિકી બોલિવુડ એક્ટરોમાંથી એક છે જે પોતાના એક્ટિંગના દમ પર સફળતા થયા છે. તેણે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘કીક’, ‘બજરંગી ભાઈજાન’માં પોતાની એક્ટિંગનો જલવો વિખેર્યો છે. નવાઝ ઘણા અવસર પર નીડરતાથી બોલતો જોવા મળ્યો છે. હવે તેનું વધુ એક નિવેદન સતત લાઈમલાઇટ મેળવી રહ્યું છે. આ દિવસોમાં નવાઝુદ્દીન પોતાની નવી ફિલ્મ ‘કોસ્ટાઓ’નું પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન, તે ઘણા ઇન્ટરવ્યૂમાં બોલિવુડ ઇન્ડસ્ટ્રી પર પણ વાત કરતો પણ જોવા મળ્યો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન, એક્ટરે બોલિવુડ ઈન્ડસ્ટ્રીને એક જેવું જ કન્ટેન્ટ વારંવાર બનાવવા બનાવવા પર ખરું-ખોટું સંભળાવ્યું.

તેનું એમ પણ કહેવું હતું કે બોલિવુડ શરૂઆતથી જ કન્ટેન્ટ અન્ય જગ્યાએથી ચોરતું આવી રહ્યું છે. નવાઝુદ્દીને એક યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ‘આપણી ઈન્ડસ્ટ્રીમાં એક જ વસ્તુ વારંવાર ચલાવવામાં આવે છે. જ્યારે લોકો તેનાથી કંટાળી જાય છે, ત્યારે તેઓ એ વસ્તુનો પીછો છોડે છે. વાસ્તવમાં, દરેકની અંદર એક ડર આવી ગયો છે. તેમને લાગે છે કે જો કોઈ ફોર્મ્યૂલા ચાલી રહ્યો છે, તો તેને ઘસો. એ તેનાથી પણ ખરાબ એ થઈ ગયું છે કે એક ફિલ્મમાં 2, 3, 4 સિક્વલ થવા લાગ્યા. ક્યાંક ને ક્યાંક જેમ બેન્ક કરપ્સી (નાદારી) થાય છે, તેમ આ ક્રિએટિવપ્ટ્સી થઈ ગઈ છે. કંગાળિયત ખૂબ વધારે છે. શરૂઆતથી જ આપણી ઈન્ડસ્ટ્રી ચોર રહી છે. આપણે ગીતો અને સ્ટોરી ચોરી કર્યા છે. હવે જે ચોર હોય છે તેઓ ક્યાથી ક્રિએટિવ હોઈ શકે છે?

નવાઝુદ્દીન સીદ્દિકીએ વધુમાં ઈન્ડસ્ટ્રી પર કહાની ઉપરાંત સીન્સ ચોરી કરવાની પણ વાત કહી છે. એક્ટરે કહ્યું કે, ‘આપણે સાઉથથી કહાની ચોરી લીધી, ક્યારેક અહીંથી ચોરી, ક્યારેક ત્યાંથી કંઈ ચોર્યું.’ અહી સુધી કે જે કલ્ટ ફિલ્મો હિટ સાબિત થઈ, તેના સીન્સ પણ ચોરી કરેલા છે. તેને એટલું સામાન્ય કરી દેવામાં આવ્યું છે કે જો તે ચોરી છે તો શું થયું? ત્યારબાદ કોઈ સવાલ કરતું નથી. નવાઝુદ્દીનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની નવી ફિલ્મ ‘કોસ્ટાઓ’ ZEE5 પર સ્ટ્રીમ થઈ રહી છે. તો, તે મેડોક ફિલ્મ્સની હોરર કોમેડી યુનિવર્સની ફિલ્મ ‘થામા’માં પણ નજરે પડશે. જેમાં આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદાના અને પરેશ રાવલ જેવા એક્ટર્સ પણ સામેલ છે. તેમની ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર રીલિઝ થશે.