fbpx

ગુજરાતી પરિવાર ગેરકાયદેસર અમેરિકા ઘૂસવા ગયો, બોટ ઉંધી વળી, 2 બાળકોએ જીવ ગુમાવ્યા

Spread the love
ગુજરાતી પરિવાર ગેરકાયદેસર અમેરિકા ઘૂસવા ગયો, બોટ ઉંધી વળી, 2 બાળકોએ જીવ ગુમાવ્યા

ગુજરાતના મહેસાણા જિલ્લા અને વિજાપુર તાલુકામાં આવેલા આનંદપરા ગામનો પટેલ પરિવાર અમેરિકામાં ગેરકાયદે જવાની કોશિશમાં મોટી કરુણાંતિકા સર્જાઇ છે.

આનંદપુરાના રહેવાસી બ્રિજેશ પટેલ, તેમના પત્ની જાગૃતિ પટેલ, 10 વર્ષનો પુત્ર પ્રિન્સ અને 15 વર્ષની દીકરી માહી એમ 6 જણા અમેરિકા જવા નિકળ્યા હતા.

મેક્સિકોથી અમેરિકા જવા માટે બોટમાં રવાના થયા હતા અને બોટમાં કુલ 16 જણ હતા. જ્યારે આ બોટ સેન ડિઓગોના કિનારે પહોંચી ત્યારે ઉંધી વળી ગઇ હતી, જેમાં પ્રિન્સનું ડુબી જવાને કારણે મોત થયું હતું અને માહીની શોધખોળ ચાલી હતી. બ્રિજેશ અને જાગૃતિને સેન ડિઓગોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. બોટમાં સવાર કુલ 3 લોકોના મોત થયા છે અને હજુ 9 લોકોનો પત્તો નથી.

error: Content is protected !!