fbpx

વરુણ ગાંધી 400 દિવસ પછી સોશિયલ મીડિયા પર સક્રિય થયા, PM મોદી માટે લખ્યું

Spread the love
વરુણ ગાંધી 400 દિવસ પછી સોશિયલ મીડિયા પર સક્રિય થયા, PM મોદી માટે લખ્યું

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, BJPના પૂર્વ સાંસદ વરુણ ગાંધીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. લગભગ 400 દિવસ પછી, તેમના તરફથી એક નિવેદન આવ્યું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી સક્રિય રાજકારણથી દૂર હતા. તેમણે શુક્રવાર, 9 મેના રોજ ‘X’ પર લખ્યું, ‘આજે આખો દેશ બહાદુર સૈનિકોના બલિદાન અને બહાદુરીને સલામ કરવા માટે એક થયો છે. અમને PM મોદીજી અને દેશના મજબૂત નેતૃત્વ પર ગર્વ છે.’

પોતાની જ સરકાર પર પ્રહારો કરી રહેલા વરુણ ગાંધીએ હવે PM મોદીની પ્રશંસા કરી છે. તેમની આ પોસ્ટ પછી રાજકીય હલચલમાં ગરમાટો આવી ગયો છે. લોકો તેના અલગ અલગ અર્થ કાઢી રહ્યા છે. તો ચાલો તમને જણાવી દઈએ કે વરુણે બીજું શું કહ્યું…

Varun Gandhi

અહીં તમને જણાવી દઈએ કે, વરુણ ગાંધીએ છેલ્લે 28 માર્ચ 2024ના રોજ પોસ્ટ કરી હતી, જેમાં તેમણે તેમના સંસદીય ક્ષેત્ર પીલીભીતના લોકોને સંબોધિત કર્યા હતા. આ પછી, હવે 9 મે, 2025ના રોજ, તેમણે ‘X’ પર કંઈક પોસ્ટ કર્યું છે.

વરુણ ગાંધીએ ‘X’ પર લખ્યું, ‘આ પડકારજનક ક્ષણોમાં, દેશના દરેક નાગરિકનું કર્તવ્ય છે કે તે આપણી સેના સાથે મજબૂતીની સાથે ઊભા રહે. આ ફક્ત યુદ્ધ નથી, બે વિચારધારાઓનો ટકરાવ છે અને આખું વિશ્વ આનું સાક્ષી છે. એક બાજુ ભારત છે, જે માનવતા, શાંતિ અને લોકશાહીનું રક્ષક છે; બીજી બાજુ, પાકિસ્તાન, જે કટ્ટરતા, અસ્થિરતા અને આતંકનું પ્રતીક બની ગયું છે. ભારત સ્થિર અને મજબૂત નેતૃત્વ સાથે આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ લડી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન રાજકીય રીતે અસ્થિર છે અને આતંકવાદી એજન્ડાનું પ્યાદુ રહ્યું છે. તફાવત ફક્ત વ્યૂહરચનાનો જ નથી, પણ નીતિ અને ઇરાદાનો પણ છે. આપણી સેના દેશભક્તિ, શિસ્ત અને સેવાથી પ્રેરિત છે, અને તેમની સેના નફરત, મૂંઝવણ અને કપટથી પ્રેરિત છે. તેમને નિર્દોષ અને હાનિકારક નાગરિકોની હત્યા કરવામાં પણ કોઈ ખચકાટ નથી.’

Varun Gandhi

વરુણ ગાંધીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે ‘આજે આખો દેશ એક થઈને બહાદુર સૈનિકોના બલિદાન અને બહાદુરીને સલામ કરી રહ્યો છે. અમને PM નરેન્દ્ર મોદી અને દેશના મજબૂત નેતૃત્વ પર ગર્વ છે, જેમણે વિશ્વને દૃઢ નિશ્ચય સાથે બતાવ્યું છે કે ભારત માનવતા અને ન્યાયના રક્ષણમાં ક્યારેય પાછળ હટશે નહીં. દુનિયા હવે જાણે છે અને સમજે છે કે ‘નવું ભારત’ નિર્ણયો લેવામાં ડરતું નથી. તે દરેક નાગરિકની સુરક્ષાને સર્વોપરી માને છે. જય હિન્દ કી સેના.’

Varun Gandhi
indiatoday.in

અત્રે ઉલ્લેખનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં BJPએ પીલીભીતથી વરુણ ગાંધીની ટિકિટ કાપીને જિતિન પ્રસાદને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જિતિન પ્રસાદ પીલીભીતથી ચૂંટણી જીત્યા હતા.

error: Content is protected !!